ગેસ સિલેન્ડરના નિયમો પહેલી જાન્યુઆરીથી બદલાશે: ખાસ જાણી લો

મિત્રો, એલપીજી ગેસ સિલેન્ડર ના નિયમો પહેલી જાન્યુઆરી 2021 થી બદલાશે.


શું બદલાવ થશે? 


પહેલી જાન્યુઆરી 2021 થી દર અઠવાડિયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવશે. ઓઇલ કંપનીઓએ નવો નિર્ણય જાહેર કર્યો છે. 


અત્યાર સુધી એવું હતું કે દર મહિને ( મહિનાની પહેલી તારીખે ) એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવતા હતા અને ત્યાર પછી આખો મહિનો એ ભાવ સ્થિર રહેતા હતા. પરંતુ હવે નવા નિર્ણય અંતર્ગત દર અઠવાડિયે નવા ભાવ જાહેર કરવામાં આવશે.


1 January 2021 થી નવો નિર્ણય લાગુ થશે ત્યાર પછી દર અઠવાડિયે LPG ગેસ નાં ભાવ માં વધારો કે ઘટાડો થઈ શકે છે. હાલ એલપીજી ગેસ સિલિન્ડર નો ભાવ 707 રૂપિયા છે. જે આગામી દિવસોમાં વધી કે ઘટી શકે છે. 


ઓઇલ ક્રૂડ કંપનીઓને પડતી મુશ્કેલીને કારણે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે એવું એમણે જણાવ્યું હતું. 


સાથે છેલ્લા આઠ મહિનાથી કોઈ પણ વ્યક્તિના ખાતામાં એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડી જમા નથી થઈ. શા માટે નથી થઈ? હવે ક્યારે થશે? શા માટે સરકારે બંદ કરી? એમની હાલ કોઈ માહિતી નથી, છતાં બીજી બાજું લોકો ને પરેશાની પડે એવાં નિર્ણયો કંપનીઓ અને સરકાર લાવી રહી છે.