રૂપિયા ૮૧૯ વાળો ગેસ સિલિન્ડર માત્ર ૧૧૯ માં: જાણો કેવી રીતે? જાણો અલગ અલગ જિલ્લાનાં ગેસ સિલિન્ડરના ભાવો

રૂપિયા ૮૧૯ વાળો ગેસ સિલિન્ડર માત્ર ૧૧૯ માં: જાણો કેવી રીતે? જાણો અલગ અલગ જિલ્લાનાં ગેસ સિલિન્ડરના ભાવો

બધા ઘરોમાં ગેસ સિલિન્ડર વપરાતો જ હશે તો જ્યારે મહિનામાં અથવા થોડા સમય બાદ ગેસ સિલિન્ડર નું બુકિંગ કરવું પડતું હોય છે. જો તમે પહેલી વાર પેટીએમ થી એલપીજી ગેસ સિલિન્ડર બુક કરો છો તો આ ઓફર તમારા માટે ફાયદાકારક છે. પેટીએમ તરફથી ગ્રાહકોને 819 રૂપિયામાં મળવા વાળો ગેસ સિલિન્ડર પર 700 રૂપિયા કેશબેક આપવામાં આવી રહ્યું છે. 

ઓનલાઇન પેમેન્ટ એપ પેટીએમ (Paytm) ફરી એકવાર ગેસ સિલિન્ડર ના બુકિંગ ઉપર ધમાકેદાર ઑફર લઈને આવી છે. તે મુજબ 819 રૂપિયાનો ગેસ સિલિન્ડર ફકત 119 રૂપિયામાં ખરીદી શકાય છે. તમે આ લાભ 31 માર્ચ ના 12 વાગ્યા સુધી લઈ શકો છો.

આ ઑફર નો લાભ ઉઠાવવા તમારે મોબાઈલ માં પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે અને એપને ખોલ્યા બાદ બુક ગેસ સિલિન્ડર (Book Gas Cylinder) પર ક્લિક કરવું પડશે. જેમાં તમને ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડેન ગેસ નો વિકલ્પ દેખાશે. જેમાં તમારે કન્ઝ્યુમર નંબર, મોબાઈલ નંબર અથવા એલપીજી આઈડી દાખલ કરવી પડશે.  જેમાં તમને 700 રૂપિયાનું કેશબેક મળશે.

આ ઓફરનો લાભ ફકત પહેલી વાર ગેસ સિલિન્ડર બુક કરવા પર જ મળશે. પેમેન્ટ (Payment) કર્યા બાદ કુપન મળશે જે સક્રેચ કરતા કેશબેક મળી જશે.

અલગ અલગ સીટીમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ :

અમદાવાદ :- માર્ચ  ₹ 826 ફેબ્રુઆરી ₹ 776
 

અમરેલી :- માર્ચ ₹ 838.50 ફેબ્રુઆરી ₹ 788.50 

આણંદ :- માર્ચ ₹ 825 ફેબ્રુઆરી ₹ 775 

અરવલ્લી :- માર્ચ ₹ 833.50 ફેબ્રુઆરી ₹ 783.50 

બનાસકાંઠા :- માર્ચ  ₹ 843 ફેબ્રુઆરી ₹ 793

ભરૂચ :- માર્ચ ₹ 825 ફેબ્રુઆરી ₹ 775 

ભાવનગર :- માર્ચ ₹ 827 ફેબ્રુઆરી ₹ 777 

દેવભૂમિ દ્વારકા :- માર્ચ ₹ 838 ફેબ્રુઆરી ₹ 788

ગાંધીનગર :- માર્ચ ₹ 827 ફેબ્રુઆરી ₹ 777

ગીર સોમનાથ :- માર્ચ ₹ 840 ફેબ્રુઆરી ₹ 790

જામનગર :- માર્ચ ₹ 831.50 ફેબ્રુઆરી ₹ 781.50 

જૂનાગઢ  :- માર્ચ ₹ 838 ફેબ્રુઆરી ₹ 788

ખેડા :- માર્ચ ₹ 826 ફેબ્રુઆરી ₹ 776

કચ્છ :- માર્ચ ₹ 839.50 ફેબ્રુઆરી ₹ 789.50

નર્મદા :- માર્ચ ₹ 840 ફેબ્રુઆરી ₹ 790 

નવસારી :- માર્ચ ₹ 833.50 ફેબ્રુઆરી ₹ 783.50

પંચમહાલ  :- માર્ચ ₹ 835 ફેબ્રુઆરી ₹ 785

પાટણ :- માર્ચ ₹ 843 ફેબ્રુઆરી ₹ 793 

પોરબંદર :- માર્ચ ₹ 840 ફેબ્રુઆરી ₹ 790 

રાજકોટ :- માર્ચ ₹ 824.50 ફેબ્રુઆરી ₹ 774.50

સાબરકાંઠા :- માર્ચ  ₹ 845.50 ફેબ્રુઆરી ₹ 795.50 

તાપી :- માર્ચ ₹ 839 ફેબ્રુઆરી ₹ 789

ડાંગ :- માર્ચ ₹ 836.50 ફેબ્રુઆરી ₹ 786.50

વડોદરા  :- માર્ચ ₹ 825 ફેબ્રુઆરી ₹ 775 

વલસાડ :- માર્ચ ₹ 838.50 ફેબ્રુઆરી ₹ 788.50

 

આમ, ગુજરાતની વાત કરીએ તો સરેરાશ ભાવ 819 જેવા છે. જેમાં ગેસ સિલિન્ડરના સૌથી ઉંચા ભાવ સાબરકાંઠા માં છે. 

જો તમને આ પોસ્ટ ગમી હોય તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રુપમાં શેર કરજો અને અમારી khissu એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. જેથી આવતી અપડેટ તમને મળતી રહે. " લોકોની વ્યથાનું સમાધાન khissu"