BSNL પોતાના યુઝર્સ માટે એક નવો પ્રિપેઈડ પ્લાન લઈને આવ્યું છે. આ પ્લાનની કિંમત 400 રૂપિયા કરતા પણ ઓછી રાખવામાં આવી છે. જેમાં યુઝર્સને લાંબી વેલિડિટી સાથે ડેટા સહિત બીજા ઘણા બેનિફિટ્સ મળી રહ્યા છે.
યુઝર્સને આ નવા પ્લાનમાં ફ્રી કોલિંગ અને ફ્રી મેસેજની સુવિધા મળે છે. આ પ્લાન એવા લોકો માટે કામનો છે, જે લાંબી વેલિડિટી સાથે વધારે બેનિફિટ્સનો લાભ લેવા ઈચ્છે છે. ચાલો આ પ્લાનની ડિટેઈલ જાણી લઈએ.
BSNL દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ નવા પ્લાનની કિંમત 345 રૂપિયા છે. આ પ્રિપેઈડ પ્લાનમાં કંપની પોતાના યુઝર્સ માટે અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. સાથે જ યુઝ્સને રોજ 100 ફ્રી મેસેજનો પણ લાભ મળે છે.
એટલું જ નહીં, કોલિંગ અને ફ્રી મેસેજની સાથે સાથએ યુઝર્સને 1 જીબી મોબાઈલ ડેટાનો પણ લાભ મળી રહ્યો છે. જો કે, આ એક જીબી ડેટા પૂરો થઈ જવા બાદ મોબાઈલ ડેટાની સ્પીડ 40 kbps થઈ જશે.
તમને ખાસ જણાવી દઈએ કે આ પ્લાનની ખાસ વાત તેની વેલિડિટી છે. BSNL દ્વારા આ નવા પ્લાનની વેલિડિટી 60 દિવસની આપવામાં આવી છે. આ પ્લાન એવા લોકો માટે યોગ્ય છે, જે ઓછી કિંમતે લાંબી વેલિડિટી, ફ્રી મેસેજ ઈચ્છી રહ્યા છે, અને જેમનો મોબાઈલ ડેટાનો ઉપયોગ મર્યાદિત છે.
ઉલ્લેખનીય છે કે બાકીની ટેલિકોમ કંપનીઓ હજી સુધી 60 દિવસની વેલિડિટી ધરાવતો કોઈ પ્લાન આપતી નથી. આ પ્લાનમાં રોજના માત્ર 5.75 રૂપિયામાં યુઝર્સને ઈન્ટરનેટ સહિત બીજા ઘણા બેનિફિટ્સ મળી રહ્યા છે.