હવે ઘરે બેઠા જ મેળવો રાશન, સરકારે આ સુવિધા ઉપલબ્ધ કરી

હવે ઘરે બેઠા જ મેળવો રાશન, સરકારે આ સુવિધા ઉપલબ્ધ કરી

લોકો રાશન લેવા માટે પોતાના ધંધા રોજગાર છોડીને લાંબી લાંબી લાઈનમાં ઉભા રહેતા હોય છે. પોતાનો કિંમતી સમય છોડીને રાશન લેવા માટે આવે છે. આ ઉપરાંત લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને તડકો વેઠે છે. 
 

હવે સરકાર આ બધી મુશ્કેલીઓના સમાધાન માટે સુવિધા ઉપલબ્ધ કરી છે. જેમાં કેન્દ્ર સરકાર તરફથી રાશન કાર્ડ ધારકો માટે મેરા રાશન એપ લોન્ચ કરી છે. આ એપ્લિકેશનમાંથી લોકો પોતાના ઘરે બેઠા જ રાશન બુક કરાવી શકશે. 
 

આ એપ્લિકેશન ભારત સરકાર દ્વારા વન નેશન વન રાશન યોજનાનો હિસ્સો છે. જેની મદદથી તમે ક્યાંય પણ હશો ત્યાંથી રાશન બુક કરાવી શકશો. જે માટે તમારે કોઈ લાંબી લાઈનોમાં ઉભું નહીં રહેવું પડે કે તમારો કિંમતી સમય પણ ખરાબ નહીં થાય.
 

આ ઉપરાંત આ એપ્લિકેશન ગ્રાહકો નજીકની અને ઉચિત મૂલ્યની દુકાનની જાણકારી પણ મેળવી શકશે. વધુમાં ગ્રાહકો પોતાની હાલમાં કરેલી લેણ દેણની માહિતી પણ મેળવી શકશે. આ એપ્લિકેશન હાલ હિંદી તેમજ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે.
 

આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી શકો છો. જેમાં એપ્લિકેશનનું નામ mera rashion રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન ઓપન કરી તમારી રાશનકાર્ડની માહિતી આપીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.