રોડ પર પાર્ક કરેલા વાહનની તસવીર મોકલી 500 રૂપિયા મેળવો, જાણો સરળ રીત

રોડ પર પાર્ક કરેલા વાહનની તસવીર મોકલી 500 રૂપિયા મેળવો, જાણો સરળ રીત

 ઘણીવાર એવું બનતું હોય છે કે તમે વાહનને રોડની બાજુમાં પાર્ક કર્યું હોય અથવા એવી જગ્યાએ વાહન પાર્ક કર્યું હોય જ્યાં પાર્કિંગ ન હોય. પછી તમે વાહન મૂકીને નીકળી જતા હોવ છો. પરંતુ આ કામ કરવાનું બંધ કરવા માટે સરકાર કડક નિયમો બનાવીને કાયદો બનાવવા જઈ રહી છે. માત્ર પોલીસ પ્રશાસન જ નહીં પરંતુ કોઈ પણ વ્યક્તિ આવા વાહનોને પકડી શકે છે. અને તેની પદ્ધતિ પણ ઘણી સરળ હશે. જ્યાં પણ તમે નો પાર્કિંગમાં પાર્ક થયેલું વાહન જુઓ તો તેનો ફોટો લઈને સરકાર દ્વારા જારી કરાયેલા નંબર પર મોકલો. ફરિયાદ બાદ વાહન માલિકને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને તેમાંથી 500 રૂપિયા તેને આપવામાં આવશે, જેણે તે વાહનનો ફોટો પ્રશાસનને મોકલ્યો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે સરકાર આ અંગે ટૂંક સમયમાં કાયદો લાવવા જઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે તેઓ રોડ પર ખોટી રીતે પાર્ક કરાયેલા વાહનોના વલણને રોકવા માટે કાયદો લાવવાનું વિચારી રહ્યા છે. ગડકરીએ કહ્યું, હું એવો કાયદો લાવવા જઈ રહ્યો છું કે રસ્તા પર પાર્ક કરેલા વાહનને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. બીજી તરફ, ખોટી રીતે પાર્ક કરેલા વાહનની તસવીર લઈને મોકલનારને 500 રૂપિયા આપવામાં આવશે.

નીતિન ગડકરીએ એ વાત પર નારાજગી વ્યક્ત કરી કે લોકો તેમના વાહનો માટે પાર્કિંગની જગ્યા બનાવતા નથી. તેના બદલે તેઓ તેમના વાહનો રોડ પર પાર્ક કરે છે. હળવા સ્વરમાં તેણે કહ્યું, નાગપુરમાં મારા રસોઈયા પાસે પણ બે સેકન્ડ હેન્ડ વાહનો છે. આજે ચાર જણના પરિવાર પાસે છ કાર છે.  એવું લાગે છે કે દિલ્હીના લોકો નસીબદાર છે.  અમે તેમના વાહન પાર્ક કરવા માટે રોડ બનાવ્યો છે !