khissu

હવે માત્ર એક મોબાઈલ નંબરથી મેળવો આખા પરિવારના PVC આધાર કાર્ડ

જો તમે હજુ પણ બજારમાં બનતા પ્લાસ્ટિકના આધાર કાર્ડનો ઉપયોગ કરો છો તો હવે તેમાં તમારે સુધારો કરવાની જરૂર છે. તાજેતરમાં ભારતની સરકારી એજન્સી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI)એ જણાવ્યું કે હવે બજારમાં બનતા પ્લાસ્ટિકના આધાર કાર્ડ માન્ય ગણવામાં આવશે નહિ. આ કાર્ડમાં UIDAI એ સુધારો કર્યો છે જેનું નામ છે PVC આધાર કાર્ડ. જે ભારતનાં દરેક નાગરિક ઘરેબેઠા મેળવી શકશે. શું છે PVC આધાર કાર્ડ? અને તેને કેવી રીતે મેળવી શકાય? ચાલો જાણીએ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) એ તાજેતરમાં જાહેરાત કરી છે કે સમગ્ર પરિવારના PVC આધાર કાર્ડને એક જ નોંધાયેલા મોબાઈલ નંબર પરથી મંગાવી શકાય છે. એક જ મોબાઈલ પર આધાર OTP જનરેટ કરો અને તેમાંથી તમે ઘરના તમામ લોકોનું PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકો છો. જો કે, અહીં ધ્યાનમાં રાખો કે PVC કાર્ડ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. તદુપરાંત, સમગ્ર પરિવારમાં ઓર્ડર કરાયેલા કાર્ડની સંખ્યા મુજબ કાર્ડ દીઠ 50 રૂપિયા ઉમેરીને જમા કરાવવાની રહેશે.

UIDAIએ શું કહ્યું?
UIDAIએ એક ટ્વિટમાં લખ્યું છે કે, તમારા આધારમાં ભલે કોઇ પણ મોબાઈલ નંબર નોંધાયેલ હોય, તમે કોઈપણ મોબાઈલ નંબર પરથી વેરિફિકેશન માટે OTP મેળવી શકો છો. તેથી, એક વ્યક્તિ પણ તેના સમગ્ર પરિવાર માટે PVC આધાર કાર્ડનો ઓર્ડર આપી શકે છે. ટ્વીટમાં, UIDAIએ  myaadhaar.uidai.gov.in/genricPVC લિંક શેર કરી છે, જેની મદદથી રજીસ્ટર્ડ મોબાઈલ નંબર વગર પણ આધારનું ઓનલાઈન પ્રમાણીકરણ કરી શકાય છે.

PVC આધાર કાર્ડ 
PVC આધાર કાર્ડ સાથે રાખવું સરળ છે, ઉપરાંત તે ટકાઉ અને સલામત પણ છે. આ કાર્ડ પર ડિજિટલી હસ્તાક્ષરિત QCAR કોડની હાજરીને કારણે, તે વધુ સુરક્ષિત પણ છે. PVC કાર્ડ પર ઘણી સુરક્ષા સુવિધાઓ સાથે ફોટો અને વસ્તી વિષયક વિગતો આપવામાં આવી છે. આધાર નંબર, વર્ચ્યુઅલ આઈડી અથવા એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરીને uidai.gov.in અથવા resident.uidai.gov.in પર ઓનલાઈન ઓર્ડર આપીને PVC આધાર કાર્ડ ઘરેબેઠા મેળવી શકાય છે. આ માટે 50 રૂપિયા ચૂકવવા પડશે અને આ કાર્ડ તમારા ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે.

PVC આધાર કાર્ડમાં સુરક્ષા વ્યવસ્થા
1. સુરક્ષિત ક્યૂઆર કોડ
2. હોલોગ્રામ
3. માઇક્રો ટેક્સ્ટ
4. ઘોસ્ટ ઇમેજ
5. ઈશ્યુ તારીખ અને પ્રિન્ટ તારીખ
6. guilloche પેટર્ન
7. એમ્બોસ્ડ બેઝ લોગો

PVC આધારકાર્ડ ઓનલાઈન આ રીતે ઓર્ડર કરવું
1. સૌથી પહેલા UIDAI લિંક myaadhaar.uidai.gov.in/genricPVC પર જાઓ
2. આધાર નંબર દાખલ કરો
3. કેપ્ચા કોડ દાખલ કરો
4. Send OTP વિકલ્પ પર ક્લિક કરો
5. OTP દાખલ કરો અને ચેક બોક્સ બટન પર ક્લિક કરો જે નિયમો અને શરતો માટે વપરાય છે
6. સબમિટ બટન પર ક્લિક કરો અને OTP વેરિફિકેશન પૂર્ણ કરો
7. હવે આધારની વિગતોનું પૂર્વાવલોકન કરો જે તમારા કમ્પ્યુટર મોનિટર પર પ્રદર્શિત થશે
8. મેક પેમેન્ટ પર ક્લિક કરો
9. તમને પેમેન્ટ ગેટવે પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે ક્રેડિટ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ અને UPI દ્વારા પેમેન્ટ કરી શકો છો.
10. સફળ ચુકવણી પછી, ડિજિટલ હસ્તાક્ષર સાથેની રસીદ પ્રાપ્ત થશે જેને નિવાસી પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશે.
11. તમને SMS દ્વારા સેવા વિનંતી નંબર પણ પ્રાપ્ત થશે જેનો ઉપયોગ તમારા PVC આધાર કાર્ડની સ્થિતિ તપાસવા માટે થઈ શકે છે.