આજે ગુજરાતમાં કોરોના મહામારી વેગ પકડ્યો છે લોકો સારવાર લેવા લાંબી લાઈનોમાં ઊભા રહે છે. દર્દીઓને સારવાર માટે ક્યાંય પણ બેડ મળતા નથી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં દર્દીઓ સારવાર લીધા વિના જ મૃત્યુ પામે છે. વધી રહેલા સંક્રમણને રોકવા વેપારીઓ, ડોક્ટરો અને ઘણા નાગરિકો પણ સરકાર પાસે લોકડાઉનની માંગણી કરી રહ્યા છે.
સુરતના બે અલગ અલગ ફેડરેશને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો. એક ફેડરેશન કે જે સુરતમાં સૌથી મોટો વ્યવસાય ટેક્સટાઇલ સાથે સંકળાયેલો છે. જેણે મુખ્યમંત્રીને પત્ર લખી લોકડાઉન લગાવવાની માગણી કરી છે.
હાલ દિલ્હીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જ્યારે મહારાષ્ટ્રમાં પણ સંપૂર્ણ લોકડાઉન લગાવી દીધું છે. આ ઉપરાંત બીજા પડોશી રાજ્યોમાં પણ આંશિક રૂપે લોકડાઉન લગાવ્યું છે. ગુજરાતમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે લોકો વિચારી રહ્યા છે.
એક તરફ રૂપાણી સરકાર લોકડાઉન લગાવવાની વિરુદ્ધ છે જ્યારે કોરોના ની આ વિકટ પરિસ્થિતિને જોતા લોકડાઉન લગાવવા સરકારને અપીલ કરી રહ્યા છે. દર ૧૦ લોકોમાંથી ૯ લોકો કહી રહ્યા છે કે ગુજરાતમાં લોકડાઉન લાગવું જોઈએ. આ પહેલાં જ્યારે કોરોના કહેર આવ્યો હતો ત્યારે લોકો લોકડાઉનથી ડરી રહ્યા હતા પરંતુ હવે કોરોના મહામારી અને સંક્રમણ પામેલા દર્દીઓને જોતા લોકો હવે ના છૂટકે લોકડાઉન લગાવવા સહમત થઈ રહ્યા છે. કારણ કે લોકોને ખબર છે કે આ મહામારીને વધતી અટકાવવા લોકડાઉન લગાવવું જરૂરી છે.
મહારાષ્ટ્રમાં ૧ મે સુધી કડક નિયમો વાળુ લોકડાઉન લગાવવામાં લાગુ કરવામાં આવ્યું જેમાં મહારાષ્ટ્ર સરકારે નવી ગાઇડલાઇન જાહેર કરી.
- સરકારી કાર્યોમાં ફક્ત ૧૫ ટકા કર્મચારી જ કામ કરી શકશે.
- લગ્ન પ્રસંગમાં ફક્ત ૨૫ લોકો જ ભાગ લઇ શકશે અને આ પ્રસંગ ફક્ત બે કલાકનો જ રહેશે. આ નિયમનું ઉલ્લંઘન કરનારને રૂપિયા ૫૦ હજાર દંડ થશે.
- સરકારી બસ ૫૦% ની કેપેસીટી પર ચાલશે ઉભા રહીને મુસાફરી કરવા પર પ્રતિબંધ રહેશે.
- કારણ વગર એક જિલ્લામાંથી અન્ય જિલ્લામાં અવરજવર કરવા સામે કાર્યવાહી કરવામાં આવશે.
- લોકલ ટ્રેન થી યાત્રા કરવા માટે કારણ દર્શાવવું પડશે. લોકલ ટ્રેનમાં અત્યંત આવશ્યક સેવા સાથે જોડાયેલા લોકો અથવા મેડિકલ ઈમરજન્સીમાં તેમના ડોક્યુમેન્ટ દેખાડીને જ ટિકિટ મળશે.
આખી માહિતી જાણવા ઉપરનો વીડિયો જુઓ.