આ ધાંસૂ શેર રોકાણકારોની તિજોરી ભરી દેશે, જો જો તક ચૂકી ન જતા

આ ધાંસૂ શેર રોકાણકારોની તિજોરી ભરી દેશે, જો જો તક ચૂકી ન જતા

આખી દુનિયા હાલમાં પ્રદુષણ સામે જંગ લડી રહી છે એવા વૈશ્વિક સંગઠનો ગ્રીન એનર્જી તરફ લોકોને વળવા પ્રોત્સાહિત કરી રહ્યા છે. જેના કારણે ગ્રીન એનર્જી પરનો ભાર લોકોને ન માત્ર સ્વસ્થ બનાવશે પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી દિગ્ગજ કંપનીના રોકાણકારોને પણ માલામાલ બનાવશે. વાસ્તવમાં, કંપની ન્યૂ એનર્જીમાં રોકાણ વધારવાની યોજના ઘડી રહ્યા બાદ RIL માટે ઘણી નવી શક્યતાઓ ખુલી શકે છે. આને ધ્યાનમાં રાખીને, વૈશ્વિક બ્રોકિંગ ફર્મ આગાહી કરી રહી છે કે સારી સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં સ્ટોક 80 ટકા સુધી વધી શકે છે.

શું છે બ્રોકરેજ હાઉસનું મંતવ્ય
ગ્લોબલ બ્રોકરેજ ફર્મ ગોલ્ડમેન સૅક્સે રિલાયન્સની વિસ્તરણ યોજનાઓને ધ્યાનમાં રાખીને સ્ટોકમાં જબરદસ્ત વધારાની ધારણા સાથે ગ્રીન એનર્જીમાં ખરીદીની સલાહ આપી છે. સલાહ સાથે, બ્રોકરેજ હાઉસે સ્ટોક માટે 3185નો ટાર્ગેટ રાખ્યો છે. શેર હાલમાં 2458 ના સ્તર પર ચાલી રહ્યો છે. એટલે કે અહીંથી શેરમાં લગભગ 30 ટકાનો વધારો થવાની ધારણા છે.

રિલાયન્સનો શેર 80 ટકા વધીને રૂ.4,400 સુધી પહોંચી શકે છે
જ્યારે બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે તેજીવાળા બજારમાં રિલાયન્સનો શેર 80 ટકા વધીને રૂ.4,400 સુધી પહોંચી શકે છે. આ સ્થિતિમાં રિલાયન્સના નવા એનર્જી બિઝનેસનું વેલ્યુએશન 48 અરબ ડોલર સુધી જઈ શકે છે. જો બજારમાં મંદી આવે છે, તો આવી સ્થિતિમાં શેર 2,080 રૂપિયા સુધી ઘટી શકે છે. એટલે કે વર્તમાન સ્તરથી 15 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે.

ન્યૂ એનર્જીના કારણે કંપનીને ગતિ મળશે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ વર્ષે ન્યૂ એનર્જીમાં 75 હજાર કરોડના રોકાણની જાહેરાત કરી છે. કંપની, જે ઓઇલથી કેમિકલ બિઝનેસમાં સંકળાયેલી છે, તે એન્ડ-ટુ-એન્ડ રિન્યુએબલ એનર્જી ઇકો-સિસ્ટમ માટે પૂરી રીતે ઈંટિગ્રેટેડ 4 ફેક્ટરીઓ સ્થાપશે. ગોલ્ડમૅન સૅક્સે કહ્યું છે કે ન્યૂ એનર્જીમાં રોકાણ કંપનીઓને આવનારા કેટલાય દાયકાઓ સુધી ગ્રોથ આપનાર સાબિત થશે.

એક વર્ષમાં શેરમાં 22 ટકાનો વધારો 
છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન સ્ટોક 2750 ના ઉપલા સ્તરે પહોંચી ગયો હતો. આ ઉપરાંત સ્ટોકની એક વર્ષની નીચી સપાટી 1830 છે. બજાર મૂલ્યની દૃષ્ટિએ આ કંપની દેશની સૌથી મોટી કંપની છે અને હાલમાં તેનું બજાર મૂલ્ય રૂ. 16.62 લાખ કરોડના સ્તરે છે.