શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 25 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 25 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'Go Green યોજના'નો પ્રારંભ કર્યો. ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અન્ય બાંધકામ બોર્ડની આ યોજનાનો પ્રારંભ ગુજરાતને પ્રદૂષણમાંથી મુક્ત કરવાના હેતુથી કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજા, સુનિલ સિંધી, પંકજકુમાર (મુખ્ય સચિવ) તથા અંજુ શર્મા (અગ્ર સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ) વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ યોજનાનો અમલ કરવા મુખ્યમંત્રીએ 1300 સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો પણ અર્પણ કર્યા હતા.
આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓને બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જેથી વધુમાં વધુ શ્રમિકો આ યોજનાનો લાભ લઇ શકે અને બેટરી સંચાલિત ઇ-વાહનો ખરીદી શકે અને પર્યાવરણને પ્રદૂષણથી બચાવી શકાય.
જે અંતર્ગત સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીને ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકા અથવા 30,000 પૈકી જે ઓછું હોય તે મળવાપાત્ર રહીશે. જ્યારે બાંધકામ શ્રમયોગીને વાહનની કિંમતના 50 ટકા અથવા રૂ.30,000 પૈકી જે ઓછું હોય તેટલી સબસિડી આપવામાં આવશે. આ સાથે RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે.
સબસિડી માટે આ છે નિયમો :
- FAME-2(ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રિડ એન્ડ ઈલેક્ટ્રિક વ્હીકલ) તથા GEDA(ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) દ્વારા એમપેનલ કરવામાં આવેલા અધિકૃત વિક્રેતા તથા અધિકૃત મોડેલ ઉપર જ સબસિડી મળશે.
- એક વખતમાં ઓછામાં ઓછા 50 કિ.મી. ચાલી શકે તેવા લિથિયમ બેટરી વાળા હાઈ-સ્પીડ મોડેલ્સ કે જેમાં સેપરેટ ચાર્જિંગ સ્ટેશનની જરૂર ન પડે તેવા, મોટર એન્ડ વ્હીકલ એક્ટ મુજબ માન્યતા ધરાવતા ટુ-વ્હીલર
- ભારત સાથે જમીન સરહદ ધરાવતા દેશો(નેપાળ, મ્યાનમાર, બાંગ્લાદેશ સિવાય)ના ઉત્પાદકો અને તેના વિક્રેતાઓને આ યોજના હેઠળ એમપેનલ કરી શકાશે નહીં
- મેક ઈન ઈન્ડિયા હેઠળ ભારતમાં નિર્માણ પામેલા વાહનોને જ આ યોજના હેઠળ માન્યતા મળી છે.
આ યોજનાનો લાભ લેવા અને સબસિડી મેળવવા માટે જે તે શ્રમયોગી www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.