દિવાળી પહેલા સોનું ઉંધા માથે પછડાયું, ચાંદી પણ થઈ સસ્તી, જુઓ આજે શું છે એક તાલાના ભાવ

દિવાળી પહેલા સોનું ઉંધા માથે પછડાયું, ચાંદી પણ થઈ સસ્તી, જુઓ આજે શું છે એક તાલાના ભાવ

Gold Price Today: સોનું સસ્તું થયું છે. સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ એક સારી તક છે. સોના અને ચાંદીના ભાવ જે છેલ્લા કેટલાક દિવસોથી ઝડપથી વધી રહ્યા હતા તે હવે આકાશમાંથી જમીન પર આવી ગયા છે. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.

તમારી પત્ની સાથે પોસ્ટ ઓફિસમાં આ ખાતું ખોલો, તમે દર મહિને વિશ્વાસ ન થાય એવી બમ્પર કમાણી કરશો

સોનાનો ભાવ શું છે?

MCX એક્સચેન્જ પર આજે, એટલે કે બુધવારે સવારે 8 નવેમ્બર 2023ના રોજ સોનું રૂ. 60,396 પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ખુલ્યું હતું. મંગળવારે સોનું રૂ. 60,347 પર બંધ થયું હતું. અમદાવાદમાં 24 કેરેટ સુદ્ધ સોનાનો ભાવ 62,000 આસપાસ ચાલી રહ્યો છે.

તહેવારોની સિઝનમાં સરકારી બેંકોએ પટારો ખોલ્યો, હોમ અને કાર લોન પર ધમાકેદાર ઓફર, લાભ લેવા જેવું ખરું

ચાંદીની કિંમત શું છે

બુધવારે સવારે MCX એક્સચેન્જ પર બુધવારે સવારે 8 નવેમ્બર 2023ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 70,729 પ્રતિ કિલોના ઘટાડા સાથે ખુલી હતી.

સોનાની વૈશ્વિક કિંમત

બુધવારે સવારે વૈશ્વિક સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની વૈશ્વિક ફ્યુચર્સ કિંમત 0.02 ટકા અથવા $0.30ના વધારા સાથે $1973.80 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળે છે. તે જ સમયે, સોનાની વૈશ્વિક હાજર કિંમત હાલમાં $ 1967.79 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

10થી 15 નવેમ્બર સુધી બેંકોમાં તાળા લાગેલા રહેશે, સતત 6 દિવસ બેંકો બંધ રહેશે, જોઈ લો યાદી

ચાંદીની વૈશ્વિક કિંમત

બુધવારે સવારે સોનાની સાથે ચાંદીની વૈશ્વિક કિંમતમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર, ચાંદીના વાયદા 1.15 ટકા અથવા $0.03 ઘટીને $22.56 પ્રતિ ઔંસ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. તે જ સમયે, ચાંદીની વૈશ્વિક હાજર કિંમત 22.49 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતી જોવા મળી હતી.

54,000 રૂપિયામાં એક તોલું, સીધી 7000 રૂપિયાની બચત! આ ખાસ રીત જાણી થઈ જાઓ માલામાલ

શું ભાવ વધુ નીચે જશે?

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સોનાના ભાવમાં અચાનક વધારો થયો હતો. હવે સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પણ સોના-ચાંદીના ભાવ ઘટાડા સાથે ખુલ્યા છે. ત્યારે લોકોને આશા છે કે ધનતેરસ આવતા જ સોનાના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે.