ભારતીય સેનામાં અધિકારી બનવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે ઉમેદવાર ભારતીય સેનામાં અધિકારી બનવા માંગે છે, તે આ તક પોતાના હાથમાંથી જવા દેતા નહીં. આ માટે સેનામાં અપરિણીત પુરુષો અને મહિલાઓ માટે એનસીસી સ્પેશિયલ સ્કીમ અંતર્ગત ભરતી બહાર પાડવામાં આવી છે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો, તો સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકો છો.
સેનાની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ ભરતી અભિયાન અંતર્ગત કુલ 76 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ સેનામાં અધિકારી બનવાની ઇચ્છા ધરાવો છો, તો 15 માર્ચ કે તે પહેલા અરજી કરી શકો છો. આ જગ્યાઓ પર અરજી કરતા પહેલા ઉમેદવારોએ નીચે આપવામાં આવેલી વિગતો ધ્યાનથી વાંચી લેવી.
જગ્યાની વિગતો
એનસીસી પુરુષ - 70 જગ્યા
એનસીસી મહિલા - 06 જગ્યા
વય મર્યાદા
ભારતીય સેનામાં આ જગ્યાઓ માટે જે પણ ઉમેદવાર અરજી કરી રહ્યા છે, તે ઉમેદવારની ઉંમર 19 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત,
આ ભરતીમાં અરજી કરતા ઉમેદવારો પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડિગ્રી કે તેના સમકક્ષ લાયકાત હોવી જોઈએ. તેમજ ડિગ્રી અભ્યાસક્રમના તમામ વર્ષોમાં ઓછામાં ઓછા 50 ટકા માર્ક હોવા જરૂરી છે.
પગાર ધોરણ
સેનામાં ભરતી માટે જે પણ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે, તેને નીચે મુજબ પગારની ચુકવણી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા
SSB ઇન્ટરવ્યૂ: ઉમેદવારોને એસએસબી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે, જે પસંદગીના કેન્દ્ર પર આયોજિત કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં ઉમેદવારોના પ્રદર્શનના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
મેડિકલ ટેસ્ટ: એસએસબી ઇન્ટરવ્યૂ બાદ ઉમેદવારોને મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે.