khissu

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર, પરીક્ષામાં ફેરફાર ?

હાલ CBSE બોર્ડે વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં CBSE બોર્ડે પરીક્ષાના નિયમોમાં ફેરફાર કર્યા છે. CBSE બોર્ડના આ નવા નિયમથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 
 

હાલ જ CBSE બોર્ડે પરીક્ષા ના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં મળેલાં ગુણમાં સુધારો કરવો હોય તો તે વિદ્યાર્થીઓએ કંપાર્ટમેન્ટ પરીક્ષા આપવાની રહેશે. આ પહેલા કોઈ વિદ્યાર્થીઓ માં માર્ક ખરાબ આવતાં અને જો તેને પોતાના માર્ક સુધારવા હોય તો એક વર્ષ બાદ ફરીવાર પરીક્ષા આપી શકતાં હતા. પરંતુ હવે તેઓએ એક વર્ષની રાહ નહીં જોવી પડે.
 

જોકે આ નવા નિયમ મુજબ, ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને કોઈપણ વિષયમાં મળેલ નંબરોમાં સુધારો કરવાની તક મળશે. જેમાં વિદ્યાર્થીઓને કંપાર્ટમેન્ટ પરીક્ષા આપવાની રહેશે જે પરીક્ષાઓ પછી તરત જ લેવામાં આવશે.
 

આ કંપાર્ટમેન્ટની પરીક્ષામાં જો વિદ્યાર્થી વધુ ગુણ મેળવે છે તો તે ગુણને પરિણામમાં દર્શાવવામાં આવશે. આ માટે CBSE બોર્ડે કહ્યું છે કે જો વિદ્યાર્થીઓ તેઓએ આપેલી પરીક્ષાના પ્રદર્શનમાં સુધારો કરશે તો તેમના માટે કમ્બાઈન માર્કશીટ આપવામાં આવશે.
 

પરંતુ જો કોઈ વિદ્યાર્થીએ ૨ થી વધુ વિષયોની કંપાર્ટમેન્ટની પરીક્ષા લેવી હોય, તો તેણે એક વર્ષ રાહ જોવી પડશે. તે વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી બેચ સાથે લેવામાં આવશે. આ નવો નિયમ આ વર્ષે મે મહિનામાં લેવાયેલી સીબીએસઈ બોર્ડ પરીક્ષા ૨૦૨૧ થી લાગું થશે
 

આ ઉપરાંત CBSE બોર્ડે પરીક્ષાના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કર્યો છે જે મુજબ દરેક વિષયમાંથી ૩૦% અભ્યાસક્રમ ઘટાડવાનો નિર્ણય કર્યો અને આ વર્ષની પરીક્ષાની રીત બદલીને પાછલા વર્ષોના પેપર કરતા ૧૦% વધુ MCQ રાખવા નિર્ણય કર્યો છે.