ખેડુતો માટે ખુશીના સમાચાર: સમગ્ર રાજ્યમા મેઘો થશે મહેરબાન

ખેડુતો માટે ખુશીના સમાચાર: સમગ્ર રાજ્યમા મેઘો થશે મહેરબાન

આજે રાજ્યમાં વરસાદના પ્રમાણમાં વધારે થશે. આજે રાજ્યનાં 23 જેટલા જીલ્લામાં છૂટા છવાયા સ્થળોએ સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આજે સારા વરસાદની શક્યતા છે.

આજે સૌરાષ્ટ્રનાં કેટલાક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ આ જિલ્લાના વિસ્તારોમાં હળવા થી લઇ અતી ભારે વરસાદની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, આણંદ, દાહોદ અને ગાંધીનગર તેમજ અમદાવાદમાં હળવાથી લઇને અતિ ભારે વરસાદની શક્યતા છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સારી શક્યતા છે. ખેડૂતો માટે એ ખુશીના સમાચાર છે કે સમગ્ર ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં સારા વરસાદી ઝાપટા વરસી શકે છે. આમ રાજ્યના અમુક વિસ્તારો બાદ કરતાં મોટાભાગના સ્થળોએ સારા વરસાદની શક્યતા છે.