ગુજરાતના ખેડુતો માટે ખુશખબરી: ખેડુતોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપુર્ણ નિર્ણય, પાક ધિરાણને લઈને આવ્યા મોટા સમાચાર

ગુજરાતના ખેડુતો માટે ખુશખબરી: ખેડુતોના હિતમાં રૂપાણી સરકારનો મહત્વપુર્ણ નિર્ણય, પાક ધિરાણને લઈને આવ્યા મોટા સમાચાર

હાલમાં જ રાજ્યના ખેડૂતોને તાઉ તે વાવાઝોડામાં નાશ પામેલા પાક માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે સરકારે ખેડૂતોને પાક ધિરાણ ની રકમ ચૂકવવામાં રાહત આપી છે. રાજ્યની કોઈપણ બેંકમાંથી ખેડૂતોએ લીધેલા પાક ધિરાણ ની રકમ ચૂકવવા માટેની સમય મર્યાદા 30 જૂન સુધી લંબાવવામાં આવી છે. રાજ્ય સરકાર ધિરાણની રકમ ચૂકવવા માટે 4 ટકાની વ્યાજ રાહત પણ આપશે.

રાજ્ય સરકારના નિર્ણયનાં કારણે ક્યાં સુધી આ લાભ લઇ શકાશે? 

ગુજરાત રાજ્યના કોઇપણ ખેડૂત દ્વારા નેશનલાઈઝડ, સહકારી બેંક કે ખાનગી બેંક પૈકી કોઈપણ બેંકમાંથી 01/04/2020 થી 30/09/2020 સુધીમાં પાક ધિરાણ લીધેલું હશે તેવા પાક ધિરાણની રકમ પરત કરવાની મુદ્દત 30/06/2021 સુધી વધારી દેવામાં આવી છે. 01/04/2021 થી 30/06/2021 સુધીમાં લહેણી થયેલી ધિરાણની રકમ અથવા લહેણી થનાર રકમ 30/06/2021 સુધીમાં અથવા ખેડૂતો દ્વારા ખરેખર પાક ધિરાણ પરત ભરપાઈ કરે તે બેમાંથી જે વહેલું હોય તે તારીખ સુધીમાં પાક ધિરાણ પરત ભરપાઈ કરે તેવા તમામ ખેડૂતોને રાજ્ય દ્વારા મળતી 4 ટકા વ્યાજની રકમ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાશે.

આ પણ વાંચો: ફરી આગાહી બદલાઈ / હવે વાવણીના વરસાદની આ તારીખો લખી લો, ભારત અને ગુજરાતમાં કેવી રીતે ચોમાસું આગળ વધશે?

અંદાજે 241.50 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે:- મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરી છે કે રાજ્યના આવા તમામ ખેડૂતો માટે રાજ્ય સરકારના 4 ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે. આ નિર્ણય ને કારણે ખેડૂતો પરના વ્યાજ સહિતનો વધારાનો અંદાજિત રૂપીયા 241.50 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

ખેડૂતોને આ પણ લાભ મળશે:- કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2014 થી દાળ અને તેલીબિયાં નું ઉત્પાદન વધારવા માટે નવેસરથી ભાર આપવામાં આવી રહ્યો છે. તેલીબિયાં નુ ઉત્પાદન 2014 થી 2.751 કરોડ ટનથી વધીને 2020-21 માં 3.657 કરોડ ટનનું થઈ ગયું છે. તેમજ દાળનું ઉત્પાદન હાલનાં સમયે 1.715 કરોડ ટનથી વધીને 2.556 ટન થઈ ગયુ છે. સત્તાવાર નિવેદનમાં નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે, બિયારણ ની મીની કીટ કાર્યક્રમની શરૂઆત કૃષિ મંત્રી દ્વારા દાળ અને તેલીબિયાં ની ઉચ્ચ નીપજ વાળા બીજના વિતરણ સાથે થઈ હતી.

આ પણ વાંચો: ખેડૂતોમાં આનંદો / રૂ.૨૦૦૦, ૮૫૦૦, ૩૫૦૦૦ વગેરેની સહાય, જાણો ક્યાં ખેડૂતને ક્યારે મળશે લાભ?

બિયારણ ની મીની કીટ કાર્યક્રમ અંતર્ગત બિયારણ નુ વિતરણ 15 જૂન, 2021 સુધી ચાલુ રહેશે જેથી ખેડૂતોને ખરીફ પાકના વાવેતર પહેલા બિયારણ મળી રહે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત ગાળાની કુલ 20,27,318 કીટ જેમાં સોયાબીન ની 8,00,000 થી વધારે મીની કીટ અને મગફળીની 74 હજાર મિની કીટ ફ્રીમાં આપવામાં આવશે.

આ માહિતી ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જાણી શકે તે માટે તમારા What's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો. આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો. અત્યારે જ ડાઉનલોડ કરવા અહીં કલીક કરો.