સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે નવા વર્ષની ભેટ

સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકાર આપી રહી છે નવા વર્ષની ભેટ

કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર નવા વર્ષે આપશે મહત્વની ભેટ. પોતાની ડ્યુટી કરતા કોઈ કર્મચારી અપંગતાનો શિકાર બને તો તેને 'Disability Comparisation' મળશે.


સરકારનો આ નિર્ણયથી મોટાભાગે સેન્ટરલ આર્મડ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો ને લાભ થશે જેમાં SPRF, BSF, CISF વગેરે સામેલ છે. આ જવાનો પોતાની ડ્યુટી દરમિયાન ઘાયલ થવાની સંભાવના વધુ હોય છે તેથી તેઓને એક રાહત મળી રહે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.


પહેલા જે લોકોએ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંતર્ગત 1 જાન્યુઆરી 2004 કે તેના પછી નોકરીની શરૂઆત કરી હોય તેને લાભ મળતો ન હતો પરંતુ હવે આ નવા નિયમથી એવા કર્મચારીઓને પણ લાભ મળશે.


કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર આપ્યા છે જેમાં નવા વર્ષ 2021 માં સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. પહેલા કરતા લગભગ 4% વધારે ભથ્થું આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.