પ્રધાનમંત્રી આવાસ યોજનાએ લોકોના સપનાનું ઘર બનાવવામાં મદદ કરી છે. કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ દેશના ઘણા રાજ્યો લઈ રહ્યા છે. આ યોજનાનો ઉદ્દેશ્ય દરેક ગરીબ વ્યક્તિ માટે ઘર છે. હવે કેન્દ્ર સરકાર આ યોજનામાં સામેલ લોકોને ઘર બનાવવા માટે ત્રણ ગણી રકમ આપવાની વાત કરી રહી છે. એટલે કે, જો ત્રણ ગણી રકમ મળે છે, તો લાભાર્થીને 4 લાખ રૂપિયા આપવામાં આવશે. સમિતિના જણાવ્યા અનુસાર, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે હવે ઘર બનાવવાનો ખર્ચ વધી ગયો છે, તેથી 3 ગણા વધુ પૈસા મળશે.
શું પીએમ આવાસ યોજનાની રકમ વધશે?: ઝારખંડ વિધાનસભાના ધારાસભ્ય દીપક બિરુઆનું કહેવું છે કે દરેક વસ્તુની કિંમત વધી ગઈ છે. સાચે જ રેતી, સિમેન્ટ, સળિયા, ઈંટો, બાલાસ્ટની મોંઘવારીથી ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધવામાં આવતા મકાનોની કિંમત વધી ગઈ છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની સરકાર રાજ્યનો હિસ્સો વધારવા પર વિચાર કરી શકે છે.
હાલ કેટલી સહાય મળે છે?: પીએમ આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત મકાન બનાવવા માટે 1.20 લાખ રૂપિયા સુધીની સરકારી સહાય મેળવી શકાય છે. જો, કોઈ ગરીબ પૂર્વોત્તર રાજ્યોમા રહે છે કે પછી પહાડી વિસ્તારમાં રહે છે કે પછી દુર્ગમ વિસ્તારોમાં રહે છે, તો તેના માટે વધુમાં વધુ રકમની મર્યાદા 1.30 લાખ રૂપિયા છે. ગ્રામીણ વિકાસ વિભાગના આંકડા મુજબ, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધુ લોકોને લાભ મળ્યો છે.
શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના?: નરેન્દ્ર મોદી સરકારના વર્ષ 2022 સુધી બધાને પાકું મકાન મળે તે હેતુથી વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી છે. આ સ્કીમ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં રહેતા લોકો માટે બનાવાઈ છે. તેમાં ઓછી આવક ધરાવતા લોકોને ગામોમાં પોતાનું મકાન બનાવવા માટે મદદ મળે છે. સાથે જ હોમ લોન પર વ્યાજ દરોમાં સબસિડી પણ મળે છે.