પોસ્ટ ઓફિસમાં ખાતાધારકો માટે સારા સમાચાર છે, એક દિવસમાં માત્ર 5000 રૂપિયા ઉપાડની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ :-
ભારતીય પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસનાં ખાતાધારકો માટે ઘણા નિયમો બદલીને તેમને રાહત આપવામાં આવી છે. ઇન્ડિયન પોસ્ટ દ્વારા પોસ્ટ ઓફિસ બચત યોજનાઓમાં પૈસા ઉપાડવાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ નિયમનાં કારણે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ બેંકો સાથે હરીફાઈ કરી શકશે અને પોસ્ટ ઓફિસની થાપણો લાંબા ગાળે વધશે.
ગ્રામીણ ટપાલ સેવાની શાખામાં ખાતાધારકો માટે એક દિવસમાં રોકડ ઉપાડની મર્યાદા 5,000 રૂપિયાની હતી તે વધારીને હવે 20,000 રૂપિયા કરી દેવામાં આવી છે. આ સિવાય કોઈ પણ શાખા પોસ્ટ માસ્ટર (BPM) એક દિવસમાં એક ખાતામાં 50,000 રૂપિયાથી વધુના રોકડ ડિપોઝિટ ટ્રાન્ઝેક્શન સ્વીકારશે નહીં. આનો અર્થ એ છે કે એક દિવસમાં એક જ ખાતામાં 50,000 રૂપિયાથી વધુની રોકડ લેવડ-દેવડ કરી શકાતી નથી.
PPF, KVP, NSC માટેના નિયમોમાં પણ ફેરફાર: નવા નિયમો અનુસાર બચત ખાતા સિવાય હવે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ (SCSS), માસિક આવક યોજના (MIS), કિસાન વિકાસ પત્ર (KVP), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) વગેરે યોજનાઓમાં જમા થયેલ રકમ ચેક દ્વારા અથવા ઉપાડ ફોર્મ દ્વારા ઉપાડી શકાશે.
મિનિમમ બેલેન્સ કેટલું જરૂરી?
પોસ્ટ ઓફિસમાં રહેલાં તમારા બચત ખાતામાં ઓછામાં ઓછાં 500 રૂપિયા જમા રાખવા જરૂરી છે. જો તમારા ખાતામાં 500 રૂપિયાથી ઓછા છે, તો 100 રૂપિયા એકાઉન્ટની જાળવણી ફી તરીકે કાપવામાં આવશે.
પોસ્ટ ઓફિસની યોજનાઓ :-
- પોસ્ટ ઓફિસ બચત ખાતું
- 5 વર્ષ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ
- પોસ્ટ ઓફિસ સ્થિર થાપણ એકાઉન્ટ
- પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એકાઉન્ટ
- વરિષ્ઠ નાગરિક બચત યોજના
- 15 વર્ષનું જાહેર ભવિષ્ય નિધિ ખાતું
- સુકન્યા સમૃદ્ધિ ખાતું
- રાષ્ટ્રીય બચતનું પ્રમાણપત્ર
- કિસાન વિકાસ પત્ર
પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ પર વ્યાજ :-
યોજના વ્યાજ (ટકાવારી/વાર્ષિક)
પોસ્ટ ઓફિસ બચત ખાતું 4 %
1 વર્ષનું ટીડી એકાઉન્ટ 5.5 %
2 વર્ષનું ટીડી એકાઉન્ટ 5.5 %
5 વર્ષનું ટીડી એકાઉન્ટ 6.7 %
5 વર્ષ આર ડી 5.8 %
વરિષ્ઠ નાગરિક બચત યોજના 7.4 %
પીપીએફ 7.1 %
કિસાન વિકાસ પત્ર 6.9 %
સુકન્યા સમૃદ્ધિ ખાતું 7.6 %