khissu

SBI અને BOB ના ખાતાધારકો માટે ખુશખબરી: SBI અને BOB એ પોતાના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સુવિધા બહાર પાડી, હવે ઘરે બેઠાં જ મળશે આ સુવિધાઓનો લાભ

કોરોના મહામારી ની બીજી લહેર દેશભર માં ચરમ સીમાએ પહોંચી છે. આવી વિકટ સ્થિતિમાં તબીબો ઘરની બહાર ન જવાની સલાહ આપતા હોય છે. બને તેટલા મહત્વપૂર્ણ કામો ઘરેથી જ કરવા જણાવે છે. એવામાં ઘણા લોકોને બેંકને લગતી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. જેને ધ્યાનમાં લેતા દેશની સરકારી બેંકો તેમના ગ્રાહકોને બેંકિંગ સર્વિસ એટ હોમ ની સુવિધા આપી રહી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (STATE BENK OF INDIA - SBI) એ તેમના ગ્રાહકોને ફોન નંબર જારી કર્યા છે. સાથો સાથ બેંક ઓફ બરોડા (BANK OF BARODA - BOB) એ પણ તેમના ગ્રાહકો માટે પણ કોન્ટેક્ટ લેસ (CONTACKLESS SERVICE) સર્વિસ શરૂ કરી છે.

SBI ની આ સેવા માટે બેંકે નહિ જવું પડે :- SBI એ તેમના ગ્રાહકો માટે ટોલ ફ્રી નંબર બહાર પાડ્યો છે. ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ફોન બેંકિંગ માટે ટોલ ફ્રી નંબર 1800 112 211 અને 1800 425 3800 પાડયાં છે. આ નંબર પર ગ્રાહક ફોન કરીને પોતાનું એકાઉન્ટ બેલેન્સ (ખાતામાં રહેલી રકમ) જાણી શકશે, એટીએમ કાર્ડ બંધ કરાવી શકશે, નવું એટીએમ કાર્ડ ચાલુ કરાવી શકશે, એટીએમ પિન જનરેટ કરી શકશે અને નવા એટીએમ અરજી પણ કરી શકશે.

BOB ની આ સેવા માટે બેંકે નહિ જવું પડે :- જો તમારું પણ બેંક ઓફ બરોડા (Bank Of Baroda - BOB) માં ખાતું છે, તો તમારા માટે આ સમાચાર મહત્વપૂર્ણ છે. બેંક ઓફ બરોડા દ્વારા તેમના ગ્રાહકોને માટે ઘણા મહત્વપૂર્ણ નંબરો બહાર પાડવામાં આવ્યા છે.  બેંક ઓફ બરોડા આ નંબર તમારે તમારા ફોનમાં સેવ કરી લેવા જોઈએ. આ નંબર્સ દ્વારા, તમને તમારા ફોન પર જ બેંકિંગ સુવિધાનો લાભ મળશે. બેંકે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે કે, બહાર પાડવામાં આવેલ આ નંબર 24*7 ઉપલબ્ધ રહેશે. કોરોના મહામારી વચ્ચે ડીઝિટલ લેવડ-દેવડ મોટા પ્રમાણમાં વધ્યુ છે ત્યારે બેંક ઓફ બરોડાના ગ્રાહકોને બેલેન્સની ચકાસણી કરવા માટે અથવા તો ચેક બુક મંગાવવા માટે હવે બેંકે જવાની જરૂર નહી પડે. બેંક ઓફ બરોડાની આવી સુવિધાઓનો લાભ હવે ઘરે બેઠાં જ મેળવી શકાશે. ચાલો તમને જણાવી દઈએ કે બેંક ઓફ બરોડા (BOB) દ્વારા ગ્રાહકો માટે જે મહત્વપૂર્ણ નંબરો બહાર પાડવામાં આવ્યા છે, તેની મદદથી તમે ઘરેથી જ બેંકની સુવિધાઓનો લાભ લઈ શકો છો. તમે તમારા ફોનમાં આ નંબરો ઝડપથી સેવ કરી લો. 

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર: BOB એ પોઝિટિવ પે સિસ્ટમ બહાર પાડી, આ પોઝિટિવ પે સિસ્ટમ શું છે? જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

BOB દ્વારા બહાર પાડવામાં આવેલ મહત્વપૂર્ણ નંબરો:
1. તમારા એકાઉન્ટની બેલેન્સ જાણવા માટે - 8468001111
2. તમારા ખાતામાં છેલ્લા 5 વ્યવહારો માટે - 8468001122
3. ટોલ ફ્રી નંબર - 18002584455/18001024455
4. બેંકની વ્હોટ્સએપ સેવાઓ માટે - 8433888777

બેંક ઓફ બરોડામાં વોટ્સએપ પર નીચે મુજબની સેવાઓ ઉપલબ્ધ છે. 

  • બેલેન્સ જાણવા માટે
  • ડેબિટ કાર્ડ બ્લોક કરવા માટે
  • મીની સ્ટેટમેન્ટ માટે
  • બેંકિંગ પ્રોડાક્ટ વિશે માહિતી મેળવવા માટે
  • ચેક બુક મંગાવવા માટે
  • વ્યાજ દર અને સેવાઓની માહિતી જાણવા માટે
  • અન્ય સેવાઓ
  • ચેક ની સ્થિતી જાણવા માટે

જો તમે ઇચ્છો, તો તમે https://wa.me/918433888777?text=Hi આ લિંક દ્વારા પણ આ કાર્ય કરી શકો છો. આ બેંકિંગ દ્વારા ગ્રાહક ખાતામાં બેલેન્સ જાણી શકે છે, છેલ્લા પાંચ ટ્રાન્ઝેક્શન વિશેની માહિતી જાણી શકે છે. તમે ચેક બુક માટે અરજી કરી શકો છો. તમે ડેબિટ કાર્ડને બ્લોક કરી શકો છો, વ્યાજ દર વિશેની માહિતી મેળવી શકો છો અને નજીકની બેંક શાખાનું સરનામું પણ જાણી શકો છો.