જો તમે નવું એલપીજી ગેસ સિલિન્ડર કનેક્શન મેળવવા માંગતા હો, તો તમારે આ માટે એજન્સીએ ધક્કા ખાવાની જરૂર નથી. એક મિસ્ડ કોલ દ્વારા ગેસ કનેક્શન સરળતાથી મેળવી શકાય છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હવે જો કોઇ વ્યક્તિ 8454955555 પર મિસ્ડ કોલ કરે તો કંપની તેનો સંપર્ક કરશે. આ પછી તમને એડ્રેસ પ્રૂફ અને આધાર દ્વારા ગેસ કનેક્શન મળશે. તમને જણાવી દઈએ કે આ નંબર દ્વારા ગેસ રિફિલ પણ કરી શકાય છે. આ માટે તમારે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી કોલ કરવો પડશે.
જૂના ગેસ કનેક્શન એડ્રેસ પ્રૂફ તરીકે કામ કરશે: જો તમારા પરિવારમાં કોઈ ગેસ કનેક્શન હોય તો એ સરનામાં પર LPG ગેસ કનેકશન પણ લઈ શકો છો. આ માટે, તમારે એજન્સીમાં જવું પડશે અને જૂના ગેસ કનેકશન ને લગતા દસ્તાવેજો બતાવીને તમારું સરનામું વેરીફાઈ કરાવવું પડશે. જે બાદ તમને તે જ સરનામે નવું ગેસ કનેક્શન મળી જશે.
એલપીજી સિલિન્ડર બુક કરવાની રીતો:
1. તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ કરો.
2. તમે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા એલપીજી સિલિન્ડરને રિફિલ કરવી શકો છો.
3. ઇન્ડિયન ઓઇલની મોબાઇલ એપ્લિકેશન અથવા https://cx.indianoil.in પણ બુકિંગને ઝડપી બનાવે છે.
4. ગ્રાહકો WhatsApp દ્વારા 7588888824 પર સિલિન્ડર રિફિલ કરવી શકે છે.
5. 7718955555 પર SMS અથવા IVRS દ્વારા બુકિંગ કરી શકાય છે.
6. આ સિવાય હવે સિલિન્ડર એમેઝોન અથવા પેટીએમ દ્વારા પણ સિલીન્ડર રિફિલ થઈ જશે.