કેન્દ્ર સરકાર દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને ઘર મળે તે માટે લાંબા સમયથી યોજના ચલાવી રહી છે. આનો લાભ લાખો લોકોને મળી પણ ચૂક્યો છે. જો કે હવે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ આવાસ યોજનાનો લાભ લેવા માટે સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. જો તમને પણ આ યોજના હેઠળ ઘર ફાળવવામાં આવ્યું છે, તો તમારે જાણવું જરૂરી છે કે તમારે પાંચ વર્ષ સુધી તેમાં રહેવું ફરજિયાત રહેશે નહીં તો તમારી પાસેથી ઘર પરત લઈ લેવામાં આવશે.
નોંધનિય છે કે, હાલમાં જે મકાનોને લીઝ પર આપવાનો રજિસ્ટર્ડ કરાર કરવામાં આવી રહ્યો છે અથવા જે લોકો ભવિષ્યમાં આ કરાર કરાવશે તે રજિસ્ટ્રી નથી. વાસ્તવમાં સરકાર 5 વર્ષ સુધી જોશે કે તમે આ મકાનોનો ઉપયોગ કર્યો છે કે નહીં. જો તમે તેમાં રહેતા હોય તો આ કરારને લીઝ ડીડમાં રૂપાંતરિત કરવામાં આવશે. નહીં તો ડેવલપમેન્ટ ઓથોરિટી તમારીસાથે કરાયેલા કરારને સમાપ્ત કરી દેશે. આ ઉપરાંત તમારા દ્વારા જમા કરવામાં આવેલી રકમ પણ તમને પરત કરવામાં આવશે નહીં. તેથી આ યોજનામાં જે ગોલમાલ ચાલી રહી છે તે હવે બંધ થઈ જશે.
ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં રહે
આ આુપરાંત તમને જણાવી દઈએ કે નિયમો અને શરતો અનુસાર શહેરી પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ બનેલા ફ્લેટ ક્યારેય ફ્રી હોલ્ડ નહીં હોય. એટલે કે 5 વર્ષ પછી પણ લોકોએ લીઝ પર જ રહેવું પડશે. આ નિયમથી હવે એ ફાયદો થશે કે જે લોકો પીએમ આવાસ યોજના હેઠળ મકાન ભાડે લેતા હતા તે હવે લગભગ બંધ થઈ જશે. નોંધનિય છે કે, ઘણા લોકો પોતાને સરકાર તરફથી મળેલા ઘરનો ઉપયોગ ભાડે આપવા માટે કરતા હતા જેથી સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે.
જાણો શું કહે છે નિયમો?
તમને જણાવી દઈએ કે, જો કોઈ અરજદારનું મૃત્યુ થાય છે, તો નિયમો અનુસાર, લીઝ પરિવારના સભ્યને જ ટ્રાન્સફર કરવામાં આવશે. KDA અન્ય કોઈપણ પરિવાર સાથે કોઈપણ પ્રકારનો કરાર કરશે નહીં. આ કરાર હેઠળ જેમને મકાન મળ્યું છે તેમણે 5 વર્ષ માટે મકાનોનો ઉપયોગ કરવાનો રહેશે. આ પછી મકાનોની લીઝ પુનઃસ્થાપિત કરવામાં આવશે.