સરકારે PPF સ્કીમના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રોકાણ કરતા પહેલા આ વાતો જાણી લો

સરકારે PPF સ્કીમના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, રોકાણ કરતા પહેલા આ વાતો જાણી લો

દેશમાં એવા ઘણા લોકો છે જેને પબ્લિક પ્રોવડન્ટ ફંડમાં રોકાણ કર્યું છે. PPF INVESTMENT માટે એક શાનદાર સ્કીમ છે. તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને ppf ખાતું ખોલાવી શકો છો. જો તમે આ સ્કીમનો લાભ લો છો તો તમે આ સ્કીમમાં ઓછામાં ઓછાં 500 રૂપિયા થી રોકાણ શરૂ કરી શકો છો અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધી જમાં કરવી શકો છો. જો કે સરકાર સમય રહેતા PPF યોજનામાં ફેરફાર કરતી રહે છે. જો તમે આ સ્કીમમાં રોકાણ કર્યું છે અથવા તો તમે આ યોજનામાં રોકાણ કરવા જઈ રહ્યા છો તો આ સમાચાર ફ્કત તમારા માટે છે. કારણ કે સરકારે PPF યોજનામાં ફેરફાર કર્યા છે જે તમારે જાણવા જરૂરી છે.

પબ્લિક પ્રોવડન્ટ ફંડમાં રોકાણ 50 નાં ગુણાંકમાં હોવું જરૂરી છે. જો કે આ રકમ વાર્ષીક 500 રૂપિયા કે તેથી વધુ હોવી જોઇએ. તમે PPF ખાતામાં મહિને એકવાર પૈસા જમાં કરવી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરવા પર ઇન્કમ ટેકસ માં પણ છૂટ મળે છે.

PPF યોજનામાં તમે જે રોકાણ કર્યું છે તેના પર તમે લોન પણ લઈ શકો છો. હાલમાં સરકારે લોનના વ્યાજદર ને 2 ટકમાંથી 1 ટકા કરી દીધો છે. જો કે, લોનની મૂળ રકમ ચૂકવ્યા પછી બે કરતાં વધુ હપ્તામાં વ્યાજ ચૂકવવું પડશે.

PPF સ્કીમમાં મેચ્યોરિટી પછી પણ તમારું ખાતું શરૂ રહેશે. જો તમે 15 વર્ષ રોકાણ કર્યા પછી પીપીએફમાં વધુ રોકાણ ન કરો.

આ સ્થિતિમાં, તમે રોકાણ કર્યા વિના પણ તમારું PPF એકાઉન્ટ ચાલુ રાખી શકો છો.  જો કે, આ સ્થિતિમાં, તમે તમારા PPF ખાતામાંથી માત્ર એક જ વાર પૈસા ઉપાડી શકશો.