ખેડૂતો માટે સરકારે કરી 4 મોટી જાહેરાત: ખેડૂતો આજે જ જાણો
07:40 PM, 05 August 2021 - Team Khissu
ખેડૂતો માટે સરકારે કરી 4 મોટી જાહેરાત: ખેડૂતો આજે જ જાણો
https://khissu.com/guj/post/government-makes-4-big-announcements-for-farmers-farmers-know-today
આવી વધારે માહિતી માટે Khissu ની Application ડાઉનલોડ કરો:
https://khissu.com/DWND?lang=guj
ગુજરાતનાં ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ કેટલાંક નાણાં ની જોગવાઈ કરવામાં આવી જે થકી ખેડૂતનો લાભ આપવામાં આવશે.
1) ખેડૂતો માટે 65000 કરોડ રાહત પેકેજ :
- ભારતનાં નાણાં મંત્રી નિર્મલા સીતારામને 12 નવેમ્બર નાં રોજ રાહત પેકેજ 3.0 જાહેર કર્યું હતું જેમાં ખેડૂતો માટે પણ જાહેરાત કરવામાં આવી હતી. જે જાહેરાત અંતર્ગત ભારતનાં ખેડૂતોને 65000 હઝાર કરોડ રૂપિયા ની ફાળવણી કરવામાં આવી છે.જેમની સહાય ખાતર માં સબસિડી આપવામાં થશે.
- દેશનાં ખેડૂતનો આત્મનિર્ભર કરવામાં માટે કેન્દ્ર સરકારે રાહત પેકેજ ફાળવ્યું છે.
- આ પેકેજ ની ફાળવણીનો લાભ દેશનાં 14 કરોડ ખેડૂતો ને મળશે.
- જે પેકેજ હેઠળ ખેડૂત ને ખાતર સબસીડી આપવામાં આવશે .
- નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે રાહત પેકેજ 3.0 પણ ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રે ધ્યાન રખાયું છે.
2) ગુજરાત સરકારનું કૃષિ રાહત પેકેજ :
- ગુજરાત રાજ્યમાં ભારે વરસાદને કારણે નુકસાન થયેલ ખેડૂત માટે 3700 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજરાતનાં 20 જીલ્લાનાં 123 તાલુકાના ખેડૂતે ફોર્મ ભર્યા હતા અને જે ખેડૂતોને હાલ સહાય મળી રહી છે.
- જેમાં રાજ્ય સરકારનું જણાવવું છે કે સરકારને 800 કરોડ નો બોજો ઓછો આવશે.
- કેમ કે સરકારનો અંદાજ હતો કે 27 લાખ ખેડૂત ફોર્મ ભરશે પરંતુ 19 લાખ ખેડૂતોએ જ ફોર્મ ભર્યા માટે.
- અને આ પેકેજ અંતર્ગત 14 લાખ ખેડૂતને ( 1800+ cr. ) જેટલી રકમ ચૂકવાઈ પણ ગઈ છે.
- એક કૃષિ અધિકારી નાં જણાવ્યા અનુસાર 15 નવેમ્બર પહેલાં ગુજરાત નાં દરેક ખેડૂતોને પાક નિષ્ફળ સહાય મળી જશે.
3) ખેડૂતને 2700 રૂપિયા સહાય
- રાજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ને રાજ્ય સરકાર 3 મહિને 2700 રૂપિયા ની સહાય ચૂકવે છે.
- જે અંતર્ગત ગુજરાતનાં ઘણાં ખેડૂતને પ્રથમ હપ્તો એમનાં બેંક ખાતામાં જમા થઈ ચૂક્યો છે. અને એક કૃષિ અધિકારીએ જણાવ્યા અનુસાર જાન્યુઆરી 2021 માં હવે બીજો હપ્તો જમા થશે.
- આપણે જણાવી દઈએ કે હજી ઘણાં ખેડૂતો નાં ફોર્મ verification પ્રક્રિયા પણ ગુજરાતમાં ચાલુ છે. ફોર્મ ભરાવાની છેલ્લી તારીખ નીકળી ગઈ છે પણ જે ખેડૂતોએ ફોર્મ ભર્યા હતા અને ગાય TAG નંબર અને ફોટો આપ્યો ન હતો એમની માટે verification પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. અને જેમ વેરિફિકેશન થતું જશે એમ તે ખેડૂતને સહાય મળતી જશે.
4) ખાતર ભાવ ઘટાડો
- IFFCO કંપની એ ખાતરનાં ભાવમાં ઘટાડો કર્યો છે.
- NPK બેગ ની ખરીદી પર 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવો ભાવ 925 જાહેર કરવામાં આવ્યો છે.
- આ પહેલાં પણ કંપનીએ NPK અને DAP બેગ નાં ભાવ માં ઘટાડો કર્યો હતો.
આ માહિતી ને ગુજરાતનાં દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી.