સરકારી ભરતી: આરબીઆઈમાં ધો.10 પાસ પર ભરતી, કુલ 841 જગ્યા, જાણો વીગતવાર માહિતી

સરકારી ભરતી: આરબીઆઈમાં ધો.10 પાસ પર ભરતી, કુલ 841 જગ્યા, જાણો વીગતવાર માહિતી

ભારતીય રિઝર્વ બેંકે ઓફિસ અટેન્ડેટ ના પદ ઉપર ભરતી બહાર પાડી છે. જેની નોટીફિકેશન તેની ઑફીસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

આ ભરતીની અંદર કુલ 841 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી 15 માર્ચ 2021 સુધી કરી શકશો. ત્યારબાદ કોઈપણ ઉમેદવાર નુ ફોર્મ લેવામાં આવશે નહિ. ઉમેદવારો એ ખાસ નોંધ લેવી કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ભૂલ ના કરશો કારણકે આરબીઆઈ દ્વારા ખોટું ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ.

મહત્વપૂર્ણ તારીખો :

ફોર્મ ઓનલાઇન શરૂ થવાની તારીખ : 24/02/2021

છેલ્લી તારીખ :- 15/03/2021

અરજી કરવા માટે ઉમેદવાર ની લાયકાત 10 પાસ હોવી જરૂરી છે અને ઉંમર 18 થી 25 વર્ષ હોવી જરૂરી છે. ઉંમર ની ગણતરી 1 ફેબ્રુઆરી 2021 મુજબ કરવામાં આવશે.

ચલણ :

જનરલ/ OBC/ EWS માટે : Rs. 450/- 
SC/ ST/ વિકલાંગ / એક્ષસર્વિસમેન: Rs.50/- 
સ્ટાફના ઉમેદવારો માટે : ચલણ નથી

જરૂરી દસ્તાવેજો :-
- ફોટો/સહી 

- હેન્ડ રાઇટિંગ (સ્વ હસ્તાક્ષર) 

- ડાબા હાથના અંગૂઠાનું નિશાન

- લાયકાત પ્રમાણે માર્કશીટ 

- આધાર કાર્ડ 

- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)