લાખો લોકો સરકારી નોકરીની પાછળ દોડતા હોય છે અને અમુક લોકો તો તેના માટે વર્ષોને વર્ષો સુધી સખત મહેનત કરતાં હોય છે અને નોકરી મેળવવાની જીદ પકડીને બેઠા હોય છે પરંતુ હમણાં કોરોના કહેર આવતાં સરકારી ભરતીઓ ઠપ પડી હતી અને તૈયારી કરતા ઉમેદવારો પણ નિરાશ થઈ ગયા હતા. જોકે હવે ફરીથી ભરતીઓ શરૂ થઈ ચૂકી છે જેમાં હાલમાં જ SSC તરફથી મલ્ટી ટાસ્કિનગ સ્ટાફની જગ્યાઓ માટે ભરતી આવી છે.
SSC Multi - Tasking staff (MTS) :
આ પરીક્ષામાં બે પેપર આપવાના હોય છે જેમાં પેપર ૧ માટે કોમ્યુટર બેઝડ ટેસ્ટ આપવાની રહેશે જ્યારે પેપર ૨ માટે ડિસ્ક્રિપટિવ ટેસ્ટ આપવાની રહેશે.
પેપર-૧: (કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ)
Subject Question/Marks
1. General English 25/25
2. General Intelligence 25/25
& Reasoning
3. Numerical Aptitude 25/25
4. General Awareness 25/25
૧) પેપર-૧ ઓબ્જેક્ટિવ પ્રકારનું પેપર રહેશે જેમાં ચાર વિકલ્પ આપવામાં આવે છે. જેમાં English સિવાયના બાકીના ભાગમાં બે ભાષા English અથવા Himdi સિલેક્ટ કરી શકો છો.
૨) પેપર-૧ માં નેગેટિવ ગુણ રહેશે જેમાં એક પ્રશ્ન ખોટો પડશે તો ૦.૨૫ માર્ક્સ કપાઈ જશે.
પેપર-૨ ( ડિસ્ક્રિપટિવ ):
૧) પેપર-૨ ડિસ્ક્રિપટિવ ટાઈપ રહેશે જેમાં લખાણ લખવાનું રહેશે.
૨) પેપર-૨ માં કોઈ નિબંધ અથવા પત્ર લખવાનો રહેશે જેના ૫૦ ગુણ રહેશે.
૩) પેપર-૨ English ઉપરાંત બીજી ૨૨ ભાષાઓમાં પેપર લખી શકો છો જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ થાય છે.
શૈક્ષણિક લાયકાત :
SSC મલ્ટી ટાસ્કિનગ સ્ટાફની ભરતી માટે ઓછામાં ઓછું ૧૦ પાસ હોવું જરૂરી છે.
વય મર્યાદા :
આ ભરતી માટે ઓછામાં ઓછું ૧૮ વર્ષ અને વધુમાં વધુ ૨૫ વર્ષ હોવા જોઈએ.
એપ્લિકેશન ફી :
General/OBC : આ ભરતી માટે ૧૦૦/- રૂપિયા ચૂકવાના રહેશે જે ઓનલાઇન તેમજ બેંક ચલણ દ્વારા પણ ભરી શકાય છે.
Woman/SC/ST/PWD/ESM : આ લોકોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.
કેવી રીતે apply કરવું ?
આ ભરતી માટે SSCની ઑફિશ્યલ વેબસાઈટ https://ssc.nic.in પર જઈ ફોર્મ ભરી શકશો.
ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :
આ ભરતી માટે ૦૫/૦૨/૨૦૨૧ થી ૧૮/૦૩/૨૦૨૧ સુધી ફોર્મ ભરી શકશો.
પરીક્ષાની સંભવિત તારીખ :
૦૧-૦૭-૨૦૨૧ થી ૨૦-૦૭-૨૦૨૧
મિત્રો, આજે જ ભરી દો આ ભરતી માટે ફોર્મ જોકે સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે.
મિત્રો, સરકારી ભરતી અંગેની ખબરો જાણવા માટે અમારી khissu (ખિસ્સું) એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો.