સરકારની 3 મોટી જાહેરાત : વિધાર્થીઓ માટે, નવરાત્રિ આયોજન, વરસાદ વિદાય
07:20 PM, 05 August 2021 - Team Khissu
સરકારની 3 મોટી જાહેરાત : વિધાર્થીઓ માટે, નવરાત્રિ આયોજન, વરસાદ વિદાય
https://khissu.com/guj/post/governments-3-big-announcements-for-students-navratri-planning-rain-farewell
વિધાર્થીઓ માટે ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મહત્વની જાહેરાત :
- રાજ્યમાં હાલ શાળાઓ ખૂલી નથી 15 ઓક્ટોબર પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને શાળાઓ ખોલવા માટે છૂટછાટ આપવામાં આવશે.
- રાજયમાં ધોરણ ૯ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષા 21 મેં 2021 થી ચાલુ થશે.
- ધોરણ 9 અને 11 ની પરીક્ષા જૂન 2021 માં યોજાશે.
- ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનોં 30 % અભ્યાસ ક્રમ ઘટાડવામાં આવશે.
નવરાત્રિ આયોજન બાબત :
શેરી ગરબા ઉપર નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલનું નિવેદન: ભારત સરકારે ગરબા આયોજન માટે છુટ્ટી આપી છે ( sop એ નથી આપી ) જે અંતર્ગત ગુજરાતમાં ૨૦૦ લોકો સુધી કાર્યક્રમ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
Sop ના નિર્ણય બાદ વધારે જાહેરાત કરવામાં આવશે જેમાં પણ covid ના નિયમો નું પાલન કરવું પડશે.
ચોમાસુ વિદાય :
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં થી ચોમાસુ વિદાય લઇ લેશે અને આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ વિદાય લેવા માં થોડો વધારે સમય લઇ શકે છે.