khissu

એર ઇન્ડિયા ટાટાને વેંચવામાં નથી આવી, સરકારે કહ્યું આ સમાચાર ખોટા છે!

હવે ટાટાને એર ઇન્ડિયાના વેચાણ અંગે સરકારની સ્પષ્ટતા આવી છે. સરકારે કહ્યું છે કે આ અંગેના મીડિયા અહેવાલો ખોટા છે, હજુ સુધી કંઇ નક્કી થયું નથી. તમને જણાવી દઈએ કે અગાઉ બ્લૂમબર્ગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટાટા સન્સે એર ઈન્ડિયા માટે બોલી જીતી લીધી છે. ટાટા ગ્રુપ અને સ્પાઇસ જેટના અજય સિંહે એર ઇન્ડિયા માટે બોલી લગાવી હતી.

આ અંગે સચિવ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઇપીએએમ) એ ટ્વિટ કરીને જણાવ્યું હતું. મીડિયામાં આવી રહેલા સમાચાર કે સરકારે એર ઇન્ડિયાની ફાઇનન્શિયલ બિડને મંજૂરી આપી છે તે ખોટું છે. જ્યારે પણ સરકાર કોઈ નિર્ણય લેશે ત્યારે મીડિયાને જાણ કરવામાં આવશે.

એ વાત સાચી છે કે સરકારે એર ઇન્ડિયા માટે ફાઇનન્શિયલ  બિડ મંગાવ્યા હતા. સરકાર આ નાણાકીય વર્ષમાં રાજ્ય સંચાલિત એરલાઇન્સનું ખાનગીકરણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. ભારત સરકારે 15 સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય એરલાઇન કંપની 'એર ઇન્ડિયા' ખરીદવા માટે અનેક બિડ કરવામાં આવી છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.