khissu

ગામડામાં રહેતા લોકો માટે પોસ્ટ ઓફિસની મસ્ત યોજના, રોજ 50 રૂપિયાના રોકાણ પર મળશે 35 લાખ રૂપિયા

Gram Suraksha Yojana: પોસ્ટ ઓફિસ અનેક પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવે છે. તેમાં દરેક વય અને વર્ગના લોકો માટે સ્કીમ ઉપલબ્ધ છે. આમાંના ઘણા લોકોમાં ખૂબ લોકપ્રિય છે. આવી જ એક યોજનાનું નામ છે ગ્રામ સુરક્ષા યોજના. આ યોજના ખાસ કરીને ગ્રામજનો માટે છે. આ યોજના ગ્રામીણ ટપાલ જીવન વીમા યોજના હેઠળ ચલાવવામાં આવે છે.

ગામડામાં રહેતા લોકો માટે પોસ્ટ ઓફિસની મસ્ત યોજના, રોજ 50 રૂપિયાના રોકાણ પર મળશે 35 લાખ રૂપિયા

ગ્રામ સુરક્ષા યોજના માટે દરરોજ 50 રૂપિયાની બચત કરીને, તમે તમારા ભવિષ્ય માટે મોટી રકમ બચાવી શકો છો. સામાન્ય રીતે પોસ્ટ ઓફિસમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. તેથી મોટી સંખ્યામાં લોકોએ પોસ્ટ ઓફિસની યોજનાઓમાં રોકાણ કર્યું છે.

તમને ભણક પણ ન લાગી અને બેન્કો તમારા જ પૈસાથી રૂ. 5 લાખ કરોડથી વધુની કમાણી કરી લીધી, જાણો કેવી રીતે

ગ્રામ સુરક્ષામાં રોકાણ કરવા માટે, વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 55 વર્ષ આ યોજનામાં રોકાણ કરી શકે છે. ગ્રામ સુરક્ષા યોજનાની વીમા રકમ 10,000 રૂપિયા છે અને આ યોજનામાં વધુમાં વધુ 10 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે જમા કરી શકાય છે. જો કોઈ વ્યક્તિ આ પોલિસી સરેન્ડર કરવા માંગે છે, તો તે સ્કીમ શરૂ થયાની તારીખથી ત્રણ વર્ષ પછી તેને સરેન્ડર કરી શકે છે. આ સ્કીમમાં રોકાણ કરનારાઓને ચાર વર્ષ પછી લોનની સુવિધા મળે છે.

કાચા તેલમાં અચાનક આવ્યો આશા બહારનો જંગી ઘટાડો, હવે ભારતમાં પેટ્રોલ સીધું 7 રૂપિયા સસ્તું થઈ જશે

જો કોઈ વ્યક્તિ દર મહિને 1500 રૂપિયા જમા કરે છે, તો તેને સ્કીમની મેચ્યોરિટી પર લગભગ 35 લાખ રૂપિયા મળશે. ધારો કે તમારી ઉંમર 19 વર્ષ છે અને તમે 10 લાખ રૂપિયાની ગ્રામ સુરક્ષા યોજના ખરીદી છે. 

બેક ઓફ બરોડા ખાતા ધારકો: શું તમારે 10 લાખ રૂપિયા જોઈએ છે? તો તરત જ આવી રીતે અપ્લાઈ કરો

હવે તમારે લાંબા ગાળા માટે એટલે કે 55 વર્ષ માટે દર મહિને 1515 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. એટલે કે તમારે આ માટે દરરોજ માત્ર 50 રૂપિયા બચાવવા પડશે. આખી રકમ એટલે કે રૂ. 35 લાખ પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજનામાં રોકાણકારને 80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર સોંપવામાં આવે છે. સ્કીમમાં રોકાણ પર પાંચ વર્ષ પછી બોનસ પણ મળે છે.