khissu

કેન્દ્ર સરકારની મોટી ભેટ, સોનું ખરીદવા પર મળશે બંપર ડિસ્કાઉન્ટ...

Sovereign Gold Bond Scheme ગોલ્ડ બોન્ડનો આગામી હપ્તો 25 ઓક્ટોબરથી ગ્રાહકો માટે ખુલશે.  તમે આ હપ્તામાં 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકો છો. નાણાં મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે.  ગુરુવારે એક નિવેદન આપતી વખતે, નાણા મંત્રાલયે કહ્યું હતું કે સરકારી ગોલ્ડ બોન્ડ 2021-22નો આગામી હપ્તો 25 ઓક્ટોબરથી પાંચ દિવસ માટે રોકાણ કરી શકાય છે.

ગોલ્ડ બોન્ડની 2021-22 સિરીઝ હેઠળ, બોન્ડ ઓક્ટોબર 2021 થી માર્ચ 2022 વચ્ચે ચાર તબક્કામાં જારી કરવામાં આવશે. આ સિરીઝ હેઠળ, મે 2021 થી સપ્ટેમ્બર 2021 સુધી છ તબક્કામાં બોન્ડ જારી કરવામાં આવ્યા છે.  નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગોલ્ડ બોન્ડ્સના આગામી હપ્તાનો સમયગાળો 25 ઓક્ટોબરથી 29 ઓક્ટોબરનો રહેશે અને બોન્ડ 2 નવેમ્બરે જારી કરવામાં આવશે.

નાણાં મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના 2021-22 ના આગામી તબક્કા માટે પ્રારંભિક કિંમત રૂપિયા 4,765 પ્રતિ ગ્રામ નક્કી કરવામા આવી છે.

આ બોન્ડ બેન્કો (નાની ફાઇનાન્સ બેન્કો અને પેમેન્ટ બેન્કો સિવાય), સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (CCIS), નિયુક્ત પોસ્ટ ઓફિસ અને માન્ય સ્ટોક એક નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એન્ડ બોમ્બે માટે ઉપલબ્ધ છે. આ ભારત સરકાર વતી ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવશે.

મંત્રાલયે એ પણ જણાવ્યું કે રોકાણકારોને ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા માટે પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ આપવામાં આવશે. આ યોજનામાં રોકાણ કરવાથી વધારાના વ્યાજનો લાભ પણ મળશે.  વ્યક્તિ ઓછામાં ઓછા એક ગ્રામ સોના સાથે ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે.