khissu

સરકારી નોકરી મેળવવા માંગતા લોકો માટે ઉત્તમ તક, કોઈ પણ પરીક્ષા નહીં, ધોરણ ૧૦ પાસ પણ ચાલશે

ઘણા લોકો સરકારી નોકરી પાછળ દોડતા હોય છે પણ આજ ના સમયમાં સરકારી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે આજે કોઈપણ સરકારી નોકરી લેવા પરીક્ષા આપવી પડે છે જેમાં લાખો લોકોની સ્પર્ધા થાય છે જેથી નોકરી મેળવવી ખૂબ મુશ્કેલ છે.


મિત્રો, આજે ખૂબ સરસ સરકારી નોકરી આવી છે જેમાં કોઈપણ પરીક્ષા આપવાની જરૂર નથી તમારા મેરિટના આધારે જ નોકરી મળી જશે.


જી હા મિત્રો ભાવનગરમાં આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદવેતનથી નિમણૂક કરવાની કામગીરી શરૂ છે. જેમાં જરૂરી લાયકાત, અરજી કેવી રીતે કરવી, પગરધોરણ વગેરેની માહિતી નીચે જણાવેલ છે.


આટલું ધ્યાન રાખજો :


૧) મહિલા ઊંઘ મહિલા ઉમેદવાર છે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસીઓ વી જોઈએ તથા તે અંગે મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રો નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે


૨) રાજ્ય ચૂંટણી આયોગના તા.૦૩/૧૦/૨૦૨૦ના આદેશથી ભાવનગર મહાનગરપાલિકાની નવી વોર્ડ રચના નિર્ધારિત કરવામાં આવેલ છે. ઉપરની શરતમાં "સ્થાનિક રહેવાસી" જે-તે નવી વોર્ડ રચના મુજબનું જ ગણવાનું રહેશે અને તે અંગે સીટી મામલતદારશ્રીનું  પ્રમાણપત્ર મેળવી રજૂ કરવાનું રહેશે.


જગ્યા :

૧) આંગણવાડી કાર્યકર - ૫૩ જગ્યા

૨) આંગણવાડી તેડાગર - ૫૨ જગ્યા


લાયકાત :

૧) આંગણવાડી કાર્યકર - ઓછામાં ઓછું ૧૨ પાસ અથવા ૧૦ પાસ + AICTE માન્યતા પ્રાપ્ત ૨ વર્ષનો ડિપ્લોમા કોર્ષ

૨) આંગણવાડી તેડાગર - ઓછામાં ઓછું ૧૦ પાસ


આયુ મર્યાદા :

અરજી કરવા માટે તમારી ઉંમર ૧૮ વર્ષથી ૩૩ વર્ષ હોવી જોઈએ.
જોકે આંગણવાડી તેડાગર બહેનોને અગ્રિમતા આપતા ૧૮ વર્ષથી ૪૩ વર્ષ હોવી જોઈએ.


અરજી કરવાની શરૂઆત - ૧૯/૦૧/૨૦૨૧
અરજી કરવાની છેલ્લી તારીખ - ૦૮/૦૨/૨૦૨૧


અરજી કરવા માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે.