LICની ધાસૂ પોલીસી! 1 રૂપિયામાં મળશે 1 કરોડનો ફાયદો

LICની ધાસૂ પોલીસી! 1 રૂપિયામાં મળશે 1 કરોડનો ફાયદો

LICની ઘણી પોલીસીઓ તમને સુરક્ષાની સાથે સાથે સારુ રિટર્ન પણ આપે છે. આ ઉપરાંત LICમાં રોકાણ સુરક્ષિત હોવાથી લોકો તેમાં રોકાણ કરે છે. તેથી આજે અમે તમને LICની આવી જ એક સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમા રોકાણ કરી તમે સારુ રિટર્ન મેળવી શકો છો. આ સ્કીમમાં તમને 1 રૂપિયાના બદલામાં સારૂ સુરક્ષા કવચ મળશે. આ પોલિસી સુરક્ષાની સાથે સાથે બચત પણ આપે છે.

જાણો આ સ્કીમના ફાયદા
અમે વાત કરી રહ્યા છીએ LICની જીવન શિરોમણી યોજના (Jeevan Shiromani Plan) વિશે. આ યોજના 19મી ડિસેમ્બર 2017ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ એક નોન-લિંક્ડ, મર્યાદિત પ્રીમિયમ પેમેન્ટ મની બેક યોજના છે. આ યોજના ગંભીર બીમારીઓ માટે વીમા કવચ પણ પ્રદાન કરે છે. આ બજાર સાથે જોડાયેલી લાભ યોજના છે. તેના પર ત્રણ વૈકલ્પિક રાઇડર્સ પણ આપવામાં આવ્યા છે.

1 કરોડની રકમની ગેરેન્ટી
વાસ્તવમાં LICનો આ પ્લાન નોન-લિંક્ડ છે. આમાં, તમને ઓછામાં ઓછી 1 કરોડ રકમની વીમાની ગેરંટી મળે છે. વાસ્તવમાં, આ પોલિસીમાં ન્યૂનતમ વળતર 1 કરોડ રૂપિયા છે. એટલે કે, જો તમે એક રૂપિયાના દરે 14 વર્ષથી જમા કરો છો, તો તમને કુલ એક કરોડ સુધીનું વળતર મળશે.

નાણાકીય સહાય પણ મળે છે
જીવન શિરોમણી યોજના પોલિસીધારકના પરિવારને પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ લાભના રૂપમાં નાણાકીય સહાય પણ પૂરી પાડે છે. આ પોલિસીમાં પોલિસીધારકોના જીવનનિર્વાહની સ્થિતિમાં નિયત સમયગાળા દરમિયાન પેમેન્ટની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય પાકતી મુદત પર એક સામટી રકમ પણ આપવામાં આવે છે.સર્વાઇવલ બેનિફિટ એટલે કે પોલિસીધારકોના જીવીત રહેવા પર નિશ્ચિત ચુકવણી કરવામાં આવે છે. આ હેઠળ, આ ચુકવણી પ્રક્રિયા છે.

14 વર્ષની પોલિસી -10મું અને 12મું વર્ષ વીમાની રકમના 30-30 ટકા
16 વર્ષની પોલીસી- 12મા અને 14મા વર્ષે માટે વીમાની રકમના 35-35 ટકા
18 વર્ષની પોલિસી - 14મું અને 16મું વર્ષ વીમાની રકમના 40-40 ટકા
20 વર્ષની પોલિસી -16મું અને 18મું વર્ષ વીમાની રકમના 45-45 ટકા

જાણો તમને કેટલી લોન મળશે
આ પોલિસીની વિશેષતા એ છે કે પોલિસીની મુદત દરમિયાન ગ્રાહક પોલિસીની સરન્ડર વેલ્યુના આધારે લોન લઇ શકે છે. પરંતુ આ લોન LICના નિયમો અને શરતો પર જ આપવામાં આવે છે. સમય સમય પર નક્કી કરવામાં આવતા વ્યાજના દરે પોલિસી લોન ઉપલબ્ધ થશે.