ગુજરાતમા મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપતા તહેલકો મચી ગયો હતો. ત્યાર બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની વરણી કરવામાં આવી છે. આવતા વર્ષે ગુજરાતમાં ચૂંટણી છે અને તે પહેલા જ ભાજપ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા, ઉત્તરાખંડમાં ખૂબ જ ટૂંકા સમયમાં બે વખત મુખ્યમંત્રી બદલવામાં આવ્યા હતા. ભાજપે કર્ણાટકને લઈને મોટો નિર્ણય લીધો હતો અને યેદિયુરપ્પાને રાજીનામું આપવું પડ્યું હતું.
છેલ્લા 6 મહિનામાં બીજેપીએ 4 મુખ્યમંત્રી બદલ્યા છે. રાજકીય નિષ્ણાતો આની પાછળના કારણો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, ચૂંટણી પરિણામો નક્કી કરશે કે ભાજપની વ્યૂહરચના કેટલી સફળ રહી છે.
શા માટે બદલાઈ છે મુખ્યમંત્રી: નિષ્ણાતોનું કહેવું છે કે રાજકીય પક્ષો મુખ્યમંત્રી બદલીને ચાર વર્ષમાં સર્જાયેલી એન્ટી ઈન્કમ્બન્સીને દૂર કરવાનો પ્રયાસ કરે છે. બીજી બાજુ, પક્ષમાં વિરોધી જૂથોને ચૂંટણી પહેલા અજમાવવામાં આવે છે.
ભાજપમાં આવા પરિવર્તનનું એક કારણ આરએસએસને મળેલ પ્રતિસાદ હોવાનું પણ કહેવાય રહ્યું છે. જ્યારે આરએસએસને મુખ્યમંત્રી સામે નારાજગીની ખબર પડે ત્યારે RSS આવા ફેરફાર માટે પૂછે છે. આરએસએસના વડા મોહન ભાગવત બે અઠવાડિયા પહેલા જ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. મોહન ભાગવતની મુલાકાત વચ્ચે સુરેશ સોની ગુજરાતમાં જન્માષ્ટમીના દિવસે અમિત શાહને મળ્યા હતા. ત્યારથી ગુજરાતમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ચાલી રહી હતી.
BJP શાસિત રાજ્યો, જ્યાં 6 મહિનામાં ચાર મુખ્યમંત્રી બદલાયા:
(1) ઉત્તરાખંડ: ત્રિવેન્દ્રસિંહ રાવત 18 માર્ચ - 10 માર્ચ 2021
તીરથ સિંહ રાવત 10 માર્ચ 2021 - 4 જુલાઈ 2021
પુષ્કર સિંહ ધામી 4 જુલાઈ 2021 - હાલ કાર્યકાળ શરૂ છે.
(2)કર્ણાટક: બી. એસ. યદિયુરૃપા 26 જુલાઈ 2019 - 28 જુલાઈ
બસ્વરજ બોમઇ 28 જુલાઈ - હાલ કાર્યકાળ શરૂ.
(3)અસમ: સર્વનંદ સોનાવાલ 24 મે 2016 - 10 મે 2021
હેમંત વિશ્વશર્મા 10 મે 2021 -0 હાલ કાર્યકાળ શરૂ
(4) ગુજરાત: વિજય રૂપાણી 22 ડિસેમ્બર - 12 સપ્ટેમ્બર
ભુપેન્દ્ર પટેલ 13 સપ્ટેમ્બર - હાલ કાર્યકાળ શરૂ