khissu

ગુજરાતના ખેડૂતો એ કરી ભૂખ હડતાળ | ગુજરાતના ખેડૂતો પણ કૃષિ બિલ વિરુદ્ધ ખેડૂત આંદોલન માં જોડાયા

દિલ્હી બોર્ડર પર લાંબા સાય થી કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો નું આંદોલન ચાલી રહ્યું છે. કાલે એટલે કે 23 ડિસેમ્બર ના રોજ કિસાન દિવસ હતો ત્યારે ખેડૂતો એ ભૂખ હડતાળ કરવાનું એલાન કર્યું હતું.

ગુજરાત માં પણ રાજકોટ,સુરત, માળિયા હાટીના, ભરૂચ, કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ભૂખ હળતાળમાં જોડાયા હતા. ખેડૂતો ઘરમાં તથા ખેતરોમાં ગ્રુપમાં ભેગા થઈ ભૂખ હડતાળ કરી હતી. એટલું જ નહીં ખેડૂતોએ ફેસબૂક લાઈવ કરીને અન્ય ખેડૂતોને પણ જોડી આંદોલન  સમર્થન આપ્યું હતું.

ખેડૂત નેતાઓનો આક્ષેપ છે કે સરકારના ઇશારે પોલીસે ખેડૂતોને કિસાન દિવસ પણ ઉજવવા દીધો નથી. ભાવનગર જિલ્લાના તરેડી ગામના ખેડૂત એકતા મંચના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાળાએ પણ આક્ષેપ કર્યો કે ખેડૂતોએ કિસાન દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું પણ પોલીસે મને કેદ કરી લીધો હતો. હજુ પણ ગુજરાતમાં કેટલાય ખેડૂત નેતાઓ નજરકેદ છે.

ગુજરાતના કેટલાય ખેડૂતો દિલ્હી બોર્ડર પર પણ પહોંચ્યા છે અને ભૂખ હડતાળમાં જોડાઈ  ખેડૂત આંદોલન ને સમર્થન આપી રહ્યા છે.