ગુજરાત નભે ખેડૂતો પર, ખેડૂત નભે વીજળી પર : ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય

ગુજરાત નભે ખેડૂતો પર, ખેડૂત નભે વીજળી પર : ગુજરાત બન્યું પ્રથમ રાજ્ય

ખેડૂતો એ જીવનની પ્રથમ ચડાણ માનવામાં આવે છે. જો ખેડૂતો પોતાનું કામ જ ન કરે તો તમારે જીવવું મુશ્કેલ બની શકે છે. એટલે જ આપણા રાજ્યમાં ખેડૂતોને સધ્ધર કરવા સરકાર પ્રયાસ કરી રહી છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ બહાર પાડી છે જેમાં કિસાન સન્માન નિધિ યોજના, ખેડૂત સાધન સહાય યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારે ખેડૂતો માટે તદ્દન ઉપયોગી એવી યોજના કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કર્યો હતો. આ યોજના અંતર્ગત રાજ્યમાં આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ગામડાઓને દિવસે વીજળી પુરી પાડવાની જાહેરાત કરી છે. જોકે રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે ૩૫ હજાર કરોડના ખર્ચે આ યોજના હેઠળ ૪ હજાર ગામોને વીજળી પુરી પાડવામાં આવી છે.

આ યોજના અંતર્ગત આગામી ૧૨ મહિનામાં દરેક ગામડામાં દિવસે વીજળી પુરી પાડવામાં આવશે. જેમાં જરૂરિયાત મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી ૩,૫૦૦ મેગાવોટ, સોલાર રૂફ ટોપ યોજનામાંથી ૧,૫૦૦ થી ૨૦૦૦ મેગાવોટ વીજળી આપવામાં આવશે.

કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે વરદાન રૂપ સાબિત થશે. હાલ ગામડામાં જે ખેડૂતોને રાત્રે જાગીને કામ કરવું પડતું હતું જે હવે આ યોજનાની મદદથી ખેડૂતો પણ રાત્રે આરામ કરી શકશે. આ યોજના હેઠળ રાજ્યના દરેક ગામડાઓમાં દિવસે પણ વીજળી પુરી પાડવામાં આવશે જેથી હવે ગામડાઓમાં પણ ૨૪ કલાક વીજળી પુરી પાડવામાં આવશે.

આમ ગામડાઓમાં પણ ૨૪ કલાક વીજળી પૂરું પાડનારું ગુજરાત પ્રથમ રાજ્ય બનશે. સરકારે આ માટે ૫૦૦-૫૦૦ મેગાવોટના ૧૨ ટેન્ડરો બહાર પાડ્યા છે જેમાંથી ૧૦ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ટેન્ડરોમાંથી ૩,૯૫૨ મેગાવોટ વીજળી ૧.૯૨ પૈસાથી ૨.૬૦ પૈસા લેખે ખરીદવામાં આવશે.