khissu

નવી સરકારનો નવો નિર્ણય: માર્ગ મરામત મહાભિયાન, રસ્ત્તા પર ખાડા દેખાય તો આ નંબર પર મેસેજ કરો...

રાજ્યમાં નવી સરકાર ધડાધડ મોટા નિર્ણયો લઈ રહી છે. કોઇ જગ્યાએ બદલીઓ થઈ રહી છે તો કોઈ જગ્યાએ મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ત્યારે બુધવારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ મોટી જાહેરાત કરી દીધી છે.

વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ પોતાના ટ્વીટર હેન્ડલમાં પોસ્ટ કરીને જાહેરાત કરી છે કે 1 થી 10 ઑક્ટોબર 2021 સુધી માર્ગ મરામત મહાભિયાન યોજાશે. જેમાં જો તમને ક્યાંય ખાડા જોવા મળે તો વિગત સાથે ફોટો what's app કરી શકશો. જેના પર એક્શન લઈને તેનું બાદમાં સમારકામ કરવામાં આવશે.

રોડ રિપેર કરાવવા તમારે શું કરવું પડશે? : રસ્તાની મરામત માટે what's app નંબર દ્વારા જાણ કરવામાં આવશે. જે માત્ર 9978403669 વોટ્સ એપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારું નામ, મોબાઈલ નંબર મોકલવાનો રહેશે.મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો શ્ન હોયતો ,http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે [email protected] પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.

મહાભિયાન: મંત્રી દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે, જે રસ્તાની મરામત કરવાની હોય તો,
1) નામ
2) મોબાઇલ નંબર
3) મરામત વાળી જગ્યાનું પુરૂ સરનામું
3-A) ગામ
3-B) તાલુકો
3-C) જિલ્લો
3-D) પીનકોડ