FSSAI એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની રેન્કિંગમાં દેશના ત્રણ રાજ્યો ટોપ સાબિત થયા છે. વર્ષ 2020-21માં ગુજરાત, કેરળ અને તમિલનાડુ ખાદ્ય સલામતીના ધોરણોમાં ટોચ પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેર કરેલા FSSAI રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.
આમાં, રાજ્યોને પાંચ મુખ્ય માપદંડોના આધારે ક્રમાંકિત કરવામાં આવ્યા છે. FSSAI દ્વારા બહાર પાડવામાં આવેલ આ ત્રીજો ઇન્ડેક્સ છે. નિયમનકારી સંસ્થાની રચનાના 15 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે કેન્દ્રીય મંત્રી દ્વારા અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો.
આ રેન્કિંગમાં ગુજરાત, કેરળ અને તમિલનાડુ મોટા રાજ્યોમાં ટોચ પર છે, જ્યારે નાના રાજ્યોમાં ગોવા પ્રથમ સ્થાને છે. ત્યારબાદ મેઘાલય અને મણિપુર આવે છે. બીજી બાજુ, કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીર, આંદામાન-નિકોબાર ટાપુઓ અને દિલ્હી ટોચના ત્રણ સ્થાને રહ્યા છે.
ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2020-21 મુજબ, મોટા રાજ્યોમાં ઓડિશા અને હિમાચલ પ્રદેશની રેન્કિંગમાં સતત સુધારો થયો છે. ઓડિશાની રેન્કિંગ પણ સુધરીને ચાર થઈ ગઈ છે, જે 2018-19માં 13 હતી. એ જ રીતે, હિમાચલ પ્રદેશની રેન્કિંગ 10 થી વધીને 6 સુધી પહોચી ગઈ છે. નાના રાજ્યોમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની રેન્કિંગમાં સતત સુધારો થયો છે.
આ પરિમાણોના આધારે રેન્કિંગ
1)ખાદ્ય સુરક્ષા
2) એચઆર અને સંસ્થાકીય આંકડા
3) ખોરાક પરીક્ષણ સુવિધા
4) તાલીમ અને ક્ષમતા નિર્માણ
5 ) ગ્રાહક સશક્તિકરણ
FSSAI ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ સિંઘલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ખાદ્ય ચીજોમાં ઓદ્યોગિક ટ્રાન્સ ફેટ (ચરબી) નાબૂદ કરવા માટે પ્રાધાન્યતા પ્રાથમિકતાના આધારે કામ કરી રહી છે. સિંઘલે કહ્યું કે FSSAI છેલ્લા દસ વર્ષથી આ પર કામ કરી રહ્યું છે. તે સમયે ટ્રાન્સફેટની મર્યાદા 10 ટકા નક્કી કરવામાં આવી હતી.બાદમાં, ટ્રાન્સફેટની મર્યાદા ઘટાડીને પાંચ ટકા અને પછી ત્રણ ટકા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2022 થી આ મર્યાદા 2 ટકા રહેશે.