ચોમાસાના વિદાય ટાણે અંબાલાલ પટેલની ગરમી વિશે હાજા ગગડાવતી આગાહી, આ તારીખથી ભારે ગરમી પડશે!

ચોમાસાના વિદાય ટાણે અંબાલાલ પટેલની ગરમી વિશે હાજા ગગડાવતી આગાહી, આ તારીખથી ભારે ગરમી પડશે!

Gujarat Weather: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરતાં જણાવ્યું કે 5 ઓક્ટોબર સુધી ભારે ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 36 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. 26 ઓક્ટોબર સુધી ગરમીમાં વધ-ઘટ થતી રહેશે.

કેટલાક વિસ્તારમાં 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે. શિયાળાની શરૂઆતમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે. તો વળી નવેમ્બર મહિનામાં ઘાતક વાવાઝોડાની સંભાવના છે. શિયાળા પર અલનીનોની અસર લાંબી રહેવાની સંભાવના નહીંવત છે. 19 ડિસેમ્બર બાદ હિમાલય પર ભારે હિમવર્ષાની સંભાવના છે. ફેબ્રુઆરીમાં કડકડતી ઠંડીની શક્યતા છે. 5 ફેબ્રુઆરી બાદ કાતિલ ઠંડીની શક્યતા છે.

હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થતી જોવા મળી રહી છે, આવામાં હવે આગામી સિઝન શિયાળા અંગે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ ઠંડી શરૂ થાય તે પહેલા રાજ્યનું વાતાવરણ કેવું રહેશે, તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 7 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર સુધીમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ક્યાંકને ક્યાંક છૂટોછવાયો વરસાદ થશે. ખાસ કરીને, તારીખ 12, 13 અને 14 વાદળછાયું વાતાવરણ રહેશે. તેમણે કહ્યું કે, ત્યાર બાદ 10મી ઓક્ટોબર આસપાસ બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતા છે. 10થી 14 તારીખ વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે અને ગુજરાતમાં ક્યાંક ક્યાંક હળવો વરસાદ વરશે તેવી સંભાવના પણ છે.