khissu

આગામી 10 દિવસમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે? માવઠું પડશે કે કેમ? પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી

Paresh Goswami Forecast: પરેશ ગોસ્વામીએ નવી આગાહીમાં વાત કરી છે અને રાજ્યના ઓવરઓલ વાતાવરણ અંગે જણાવતા કહ્યુ કે, 'આવનારા દસ દિવસ સુધી તાપમાન ઊંચુ રહેશે અને હવામાન શુષ્ક રહેશે. 5 નવેમ્બર સુધી હવામાનની કોઇ અસ્થિરતા કે માવઠું થાય આવે તેવું હાલ દેખાતું નથી. જેથી આ દસ દિવસમાં ખેતીકામમાં કોઇ હાર્વેસ્ટિંગ કરવાનું હોય તો કરી શકો છો. 

જેમનું હાર્વેસ્ટિંગ થઇ ગયુ હોય અને ખેતર તૈયાર કરી દીધા હોય તેવા ખેડૂતોએ હજી રાહ જોવાની છે. શિયાળુ પાક માટે હજી તાપમાન ઊંચુ રહેવાનું છે. દિવાળી બાદ એટલે 20 નવેમ્બર પછી તાપમાન નીચું આવશે. જેથી શિયાળું પાકના વાવેતર માટે રાહ જોવી પડશે.

હાલની વાત કરીએ તો રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા દિવસોમાં એકાદ જગ્યા પર માવઠું પણ વરસ્યું હતુ. જેથી ખેડૂતોમાં અત્યાર સુધી માવઠાનો ડર પણ હતો. પરંતુ હવે હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી પછી ખેડૂતોને કંઈ ડરવાની જરૂર નથી. પરેશ ગોસ્વામીએ આગામી 10 દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે જે સાંભળીને ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

પરેશ ગોસ્વામીએ કહ્યું કે 26થી એટલે આજથી આવનારા 10 દિવસ સુધી માવઠાની કોઇ શક્યતા નથી. નજીકના ભવિષ્યમાં અરબી સમુદ્ર કે, બંગાળની ખાડીમાં કોઇ સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ નથી. જેના કારણે પણ ગુજરાત પર વરસાદનો ખતરો નથી આવતો. આ સાથે ઉત્તર ભારતમાં પણ કોઇ મોટી અસ્થિરતા સર્જાવવાની નથી. આ દસ દિવસ એવા છે કે જેમાં ખેડૂતો ચોમાસું પાકને વ્યવસ્થિત સાચવી શકે છે.

સારા સમાચાર આપતાં આગાહી કરી કે આ દસ દિવસમાં 28 ઓક્ટોબરનો દિવસ એવો હશે કે, જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વધારે પડતા ઘાટાં વાદળ થશે. સૌરાષ્ટ્ર અને કચ્છના એકલ દોકલ જગ્યાઓ પર સામાન્ય વરસાદી ઝાપટાં પડી શકે છે. ખેડૂતોએ મગફળી વાવેલી હોય તો તેને નુકસાન કરે તેવા વરસાદી ઝાપટાં નહીં હોય. એટલે ખેડૂતોએ 28 તારીખથી પણ ગભરાવવાનું નથી. ત્યારે હવે આ આગાહી પછી ખેડૂતોની પરેશાની પણ હલ થઈ ગઈ છે.