ગુજરાતી ફિલ્મના જાણીતા એવા કલાકાર મલ્હાર ઠાકરને ધમકી ભર્યા કોલ અને મેસેજ આવી રહ્યા છે. જોકે આ પાછળનું કારણ મલ્હારે ૨૦૧૮માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ચેનલ પર એક ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં મલ્હારે અમદાવાદનું નામ બદલવાને લઈને કોમેન્ટ કરી હતી. જેને લઈને હાલ મલ્હારને અને તેની ટીમને ધમકી ભર્યા મેસેજ અને કોલ આવી રહ્યા છે. જોકે આ મામલો હાલ એટલે ફરી વિવાદમાં આવ્યો છે કે હાલમાં જ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્રમોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું જેથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાનો વિવાદ ફરી બહાર આવ્યો છે.
મલ્હાર ઠાકોરને અમદાવાદનું નામ બદલવાની કોમેન્ટ કરવા પાછળ જે ધમકી ભર્યા કોલ અને મેસેજ આવે છે તે વાતની જાણ મલ્હારે પોતે જ તેના ફેસબુક પર પોસ્ટ લખીને જણાવી છે. જેમાં મલ્હાર આ બાબતને અન્ય અર્થમાં ના લેવા જણાવી રહ્યા છે.
મલ્હારે પોસ્ટમાં લખ્યું કે, આજે સવારથી જ હું અને મારી ટીમને ધમકી કોલ અને સંદેશા મળી રહ્યાં છે. સૌ પ્રથમ, તમે જે લેખ જોઈ રહ્યા છો તે ટાઇમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા "નવેમ્બર ૨૦૧૮" માં આપ્યું હતું જે ફરીથી લખ્યું હતું અને છાપવામાં આવ્યું હતું. બીજું, મારો જન્મ અને ઉછેર આપણા જ પોતાના શહેર અમદાવાદમાં થયો છે, હું આ શહેરને એટલું પ્રેમ કરું છું જેટલું તમે તેને પ્રેમ કરો છો. તો શા માટે હું એવી કોઈ ટિપ્પણી કરીશ જેનાથી આપણા નાગરિકોની ભાવનાઓને નુકસાન થાય?
વધુમાં મલ્હારે કહ્યું કે, મેં આ પ્રકારનો જવાબ આપ્યો તે જ કારણ હતું કારણ કે મારો જન્મ ૧૯૯૦માં થયો હતો અને ત્યારથી અમદાબાદ નામ મને પરિચિત હતું અને હું તેની સાથે જોડાઈ શકું જેથી તે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં સરકી ગયો. તે શહેર પ્રત્યેના મારા પ્રેમને ન્યાયી ઠેરવતું નથી. હું તમને વિનંતી કરું છું કે તે અન્ય અર્થમાં ન લેવા. ભલે આપણે તેને અહેમદાબાદ / અમદાવાદ / કર્ણાવતી કહીએ, શહેર પ્રત્યેની મારી ભાવનાઓ એવી જ રહેશે. હું તમને બધાને વિનંતી કરીશ કે આ ટિપ્પણીને અન્ય રીતે ખેંચો નહીં, આભાર.