khissu

ગુજરાતનું પ્રથમ સાયલેન્ટ એરપોર્ટ બનશે, જાણો ક્યાં શહેરમાં ?

બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય કે પછી એરપોર્ટ હોય આ બધી જગ્યાએ મોટે મોટે થઈ એનાઉન્સમેન્ટ કરવામાં આવતું હોય છે જે એક પ્રકારે ધ્વનિ પ્રદુષણ ફેલાવે છે આ સમસ્યાનું નિવાકરણ લાવવા હવે ગુજરાતના સુરત શહેરમાં બનવા જઈ રહ્યું છે સાયલન્ટ એરપોર્ટ.


જી હા મિત્રો, હાલ દેશમાં મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇ જેવા એરપોર્ટ પર સાયલેન્ટ એરપોર્ટ તરીકે સુવિધા ઉપલબ્ધ છે જે હવેથી ગુજરાતના સુરતમાં પણ બનવા જઈ રહી છે.


૧૫ જાન્યુઆરીથી સુરત એરપોર્ટને ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સાયલેન્ટ એરપોર્ટનો દરજ્જો આપવામાં આવશે. આ અંગે ઍરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા એરલાઇન્સ ના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી.


આ સાયલેન્ટ એરપોર્ટની સુવિધાથી જોર જોર થી થતા એનાઉન્સમેન્ટનું ધ્વનિ પ્રદુષણને રોકી શકશે. હવે થી મુસાફરોને ફ્લાઇટ ઉડવાના ૪ કલાક પહેલાં મેસેજ કરી દેવામાં આવશે અને મેસેજ દ્વારા પળેપળ ની માહિતી આપશે.