ગુજરાત સરકારે અગાઉ રાજ્યની દરેક સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં અનલિમિટેડ ઈન્ટરનેટ પૂરું પાડવાની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત ૯૪૩ સરકારી તથા ૩૨૪૦ ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ થાય છે. પરંતુ તેમાંથી માત્ર ૧૪૫ સરકારી તથા ૧૭૫૪ ગ્રાન્ટેડ શાળાઓમાં સુવિધા ઉપલબ્ધ કારવાઈ હતી.
હાલ રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે અગાઉ કરેલી જાહેરાત મુજબ બાકી રહેલી ૭૯૮ સરકારી તેમજ ૧૪૮૭ ગ્રાન્ટેડ શાળાઓને ઈન્ટરનેટ કનેક્શન માટે માસિક ગ્રાન્ટ અપાશે. આ યોજના અંતર્ગત શાળાઓને મહત્તમ ૧૨૫૦ રૂપિયા ચુકવવામાં આવશે. જેની ઓડિટ પણ કરતા રહેવામાં આવશે અને તેને આધારે જેતે વિસ્તારમાં શાળાને થતો ઈન્ટરનેટ ખર્ચ આપવામાં આવશે અને વણવપરાયેલ ગ્રાન્ટ નાણાકીય વર્ષના અંતે પાછી આપવાની રહેશે.
આ યોજના અંતર્ગત કમિશ્નર ઓફ સ્કૂલની કચેરી દ્વારા રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ઇન્ટરનેટની સુવિધા માટે BSNL ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેથી હોવી બાકી રહેલી ૭૯૮ સરકારી તેમજ ૧૪૮૭ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા પુરી પાડવામાં આવશે.