રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ખાસ જાહેરાત-કાર્યક્રમો...

રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં ખાસ જાહેરાત-કાર્યક્રમો...

ગુજરાતનાં માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલેનાં 5 વર્ષ સુશાસન અને વિકાસના કામો પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સરકારે ઓગસ્ટ મહિનામાં ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

સરકારે કરેલ ખાસ કાર્યક્રમો દરમિયાન ગરીબ, પછાત અને મધ્યમ વર્ગના લોકોને ફાયદો થશે.

1) તારીખ 1ઓગસ્ટે: 'જ્ઞાનશક્તિ દિવસ' અન્વયે શિક્ષણના વિકાસકાર્યો - ગુણવત્તા સભર અને અઘતન સુવિધા યુક્ત શિક્ષણના લાભ-સહાય રૂ .323 કરોડ

2) તારીખ 2ઓગસ્ટે: 'સંવેદના દિવસ' નાના-ગરીબ-વંચિત લોકોને 500 સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમો દ્વારા લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે. 4941 અનાથ-નિરાધાર બાળકોને રૂ.1.18 કરોડની સહાય આપવામાં આવશે.

3) તારીખ ૩ઓગસ્ટે: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 'અન્નોત્સવ' અન્વયે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યક્તિ દિઠ 5 કિલો અનાજ કિટ વિનામૂલ્ય વિતરણ કરાશે.

4) તારીખ 4 ઓગસ્ટે: રાજ્યના 10 હજાર સખી મંડળોની 1 લાખ બહેનોને રૂ.100 કરોડ સહાય રાજ્ય સરકાર વગર વ્યાજે આપશે. 

5) તારીખ 5મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત 3025 ખેડૂતોને રૂ. 5.18 કરોડનું સહાય વિતરણ. સાથે 1400 ગામોના 1 લાખ 10 હજાર ખેડૂતોને દિવસે વીજળી કિસાન સૂર્યોદય યોજના અન્વયે અપાશે. 

6) તારીખ 6 ઓગસ્ટે: રોજગાર દિવસે રાજ્યના 50 હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂક પત્રો અપાશે. 

7) તારીખ 7મી ઓગસ્ટે માનનીય કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહ વતન પ્રેમ યોજનાનો પ્રારંભ અને રૂ.3906 કરોડના મોટા પ્રોજેક્ટના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે. 

8) તારીખ 7મી ઓગસ્ટે ‘વિકાસ દિવસ’ અન્વયે હિંમતનગરમાં મુખ્યમંત્રીશ્રી - નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે 100 ટકા રસીકરણ થયેલા ગામોના 1000 સરપંચોનું સન્માન કરાશે. 100 થી વધુ PSA પ્લાન્ટના લોકાર્પણ તથા કોરોના વોરિયર્સના સન્માન થશે. 

9) તા. 8મી ઓગસ્ટે પાંચ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામો શહેરી વિસ્તારોમાં લોકાર્પણ-શુભારંભ શહેરી જનસુખાકારી દિવસે થશે. 

10) તારીખ 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 53 આદિજાતિ તાલુકાઓમાં રૂ. 817 કરોડના વિવિધ 186 વિકાસ કામો હાથ ધરાશે.

આ માહિતી ગુજરાતનાં દરેક વ્યક્તિઓ જાણી શકે તે માટે ખાસ શેર કરો.