દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થયો છે. ગુજરાતમાં સતત બીજા દિવસે ચાલીસથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડોક્ટરોના જણાવ્યા અનુસાર તહેવારોના દિવસોમાં સંપૂર્ણ છૂટ આપવાને કારણે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.
આગામી ૧૫ દિવસ નિર્ણાયક?
એક્સપર્ટ ડૉ.ના અનુમાન મુજબ ગુજરાતમાં આવનારા પંદર દિવસ કોરોનાના કેસોને લઈને નિર્ણાયક રહી શકે છે. આવનાર 15 દિવસમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો નોંધાઈ શકે છે, જ્યારે બીજી બાજુ ત્રીજી લહેરના ભણકારા પણ જણાઈ રહ્યા છે. જોકે ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા વધારે થવાને કારણે ત્રીજી લહેર મોટી આવે તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી છે.
જે ડર હતો એ જ થઈ રહ્યું છે? દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના કેસની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે. જ્યારે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14 કેસ નોંધાયા છે.