ગુજરાત પોલીસ દળમાં હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલ અને S.R.P.F. કોન્સ્ટેબલ ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી કોન્સ્ટેબલ, અને S.R.P.F. કોન્સ્ટેબલ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. શું લાયકાત જોઇશે ? કંઈ તારીખ સુધી ફોર્મ ભરાશે? વગેરે માહિતી આ પોસ્ટમાં જાણીશું...
લાયકાત: 12 પાસ
અગત્યની તારીખ: ફોર્મ શરૂ થવાની તા. 01/10/2021 (03.00 વાગ્યાથી) છેલ્લી તા. 21/10/2021 (11.59 સુધી.)
ઉંમર: 18 થી 33 વર્ષ. ઉમેદવારની જન્મ તા. : 21/10/1998 થી 21/10/2003 વચ્ચેની હોવી જોઈએ.....
કુલ જગ્યાઓ: બિન હથિયારી પોલીસ કોન્સટેબલ : 5488, હથિયારી પોલીસ કોન્સટેબલ : 1050, SRPF પોલીસ કોન્સટેબલ : 4450
ફોર્મ ક્યાં ભરી શકશો: https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર જઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ઉમેદવારો એ ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે માંગવામાં આવે ત્યારે હાજર કરવાની રહેશે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.