અહિયાં કપાય છે હથોડી અને ચાકુ વડે વાળ: વિડીયો થયો વાયરલ, જાણો વધુ વિગત

અહિયાં કપાય છે હથોડી અને ચાકુ વડે વાળ: વિડીયો થયો વાયરલ, જાણો વધુ વિગત

પાકિસ્તાની મહિલા ની પાવરી હો રહી હૈ. (Pawri ho rahi hai) મેમ્સ બાદ હવે એક બાબર (વાળંદ) નો વિડિઓ હાલ ચર્ચાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનમાં આવેલા લાહોર શહેરમાં માં એક બાબર હથોડી, ધારદાર ચાકુ અને આગથી એટલી સુંદરતા થી કાપી રહ્યો છે કે જોવા વાળાને આશ્ચર્ય થશે. તેમાં રસપ્રદ વાત એ છે કે વાળ કાપતી વખતે લોકોને કોઈપણ પ્રકારની ઇજા પણ થતી નથી.

વાયરલ થઇ રહેલા વીડિયોને લાખો લોકોએ જોયો છે. આ બાબર નુ નામ અલી અબ્બાસ છે. પાકિસ્તાની ચેનલ પર તેણે કહ્યું હતું કે તે વાળ કપાવાની નવી રીતો દરરોજ અજમાવે છે.

અલી અબ્બાસ ચાકુ અને હથોડી ના ઉપયોગથી વાળ કાપવાનો પ્રયોગ કર્યો હતો, જેનો વીડિયો એક ગ્રાહકે રેકોર્ડ કરી લીધો હતો અને ત્યારબાદ તે વીડિયો સોશીયલ મિડીયા પર અપલોડ કરી દિધો હતો. તેથી થોડા જ સમયની અંદર અલી અબ્બાસ પૂરા લાહોર માં મશહૂર થઈ ગયા. અત્યારે તેની દુકાન ઉપર આવી રીતે વાળ કપાવવા વાળા ની લાઈનો લાગી છે.

તમને જાણી ને નવાઇ લાગશે કે તેની દુકાને ફકત પુરુષ જ નહિ, પરંતુ સ્ત્રીઓ પણ વાળ કપાવવા માટે આવે છે. એક મહિલાએ કીધું હતું કે આવી રીતે વાળ કપાવવાના કારણે પેલા તે નર્વસ હતી પરંતુ સમય પસાર થતા બધું સામાન્ય લાગી રહ્યું છે.

સામાન્ય રીતે વાળ કપાવા માટે કાતર નો ઉપયોગ થાય છે. પરંતુ વાળ નુ લેયર કરવા માટે અલી અબ્બાસ કાચ નો ઉપયોગ કરી સેટ કરે છે. અલી અબ્બાસ એ જણાવ્યું કે તે પોતાનું કામ પૂરા દિલથી કરે છે અને સક્સેસ માટે ઈશ્વર ને પ્રાર્થના કરે છે.

આવી માહિતિ મેળવવા માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરી લો.