khissu

શું ખરેખર કોરોના ના કેસોમાં ઘટાડો થયો છે? સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો ખુલાસો, જાણો નિષ્ણાંતોએ આ બાબત પર શું કહ્યું?

દેશમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરૂપ લઇ રહ્યો છે. એવામાં ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ઓકિસજન નુ સંકટ પણ સામે આવ્યું છે. સોમવારે ઓક્સિજન ની અછત ને લઈને કર્ણાટક નાં એક શહેરમાં 24 દર્દીઓના મોત થયા હતા. જો કે સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય એ સોમવારે કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે દેશના અમુક રાજ્યોમાં કોરોના કેસો ઘટી રહ્યા છે. એવામાં નિષ્ણાંતોએ સરકાર ની આ વાત અંગે અસહમતી દર્શાવી હતી. 

13 રાજ્યોમાં કોરોના કેસો ઘટવાના સંકેત :- સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રાલય નાં સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું હતું કે દિલ્હી, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને પંજાબ સહિત 13 રાજ્યો એવા છે જ્યાં કોરોના વાયરસનાં કેસોમાં ઘટાડો થવાના સંકેત છે. એની સામે બિહાર, રાજસ્થાન, સિકકમ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે.

12 રાજ્યોમાં કોરોના કેસો ની સંખ્યા 1 લાખ થી વધુ :- દેશમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્લી, હરિયાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ જેવા 12 રાજ્યોમાં કોરોના કેસો 1 લાખથી વધુ છે. લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે છત્તીસગઢ રાજ્યમાં 29 એપ્રિલે કોરોના વાયરસ ના 15583 કેસો હતા જે 2 મે ના રોજ 14087 કેસ થઇ ગયા હતા. એવી જ રીતે દિલ્લી, દીવ - દમણ, તેલંગાણા, ઝારખંડ, લદાખ, વગેરે રાજ્યોમાં કોરોના કેસો ની સંખ્યામાં ઘટાડો થયો હતો.

દેશમાં સતત હાહાકાર મચાવનાર કોરોના ની ગતિમાં ઘટાડો નોંધાય રહ્યોં છે. દેશ અને રાજ્યની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી કોરોના નાં કેસો ઘટી રહ્યા છે સાથો સાથ મોતનો દર પણ ઘટી રહ્યો છે. જો કે એનો મતલબ એ નથી કે દેશમાંથી કોરોના નાબૂદ થવાની અણી પર છે.

ગુજરાતમાં કોરોના મહામારી વધુને વધુ વકરી રહી છે. રાજ્યમાં કુલ કેસોનો આંકડો 6,07,422 સુધી પહોંચી ગયો છે. કોરોના એ કુલ 7648 લોકોનો ભોગ લીધો છે. જ્યારે 4,52,275 લોકોએ કોરોના ને માત આપી સ્વસ્થ થયા છે. હાલ ગુજરાત માં 1,47,499 એક્ટિવ કોરોના કેસો છે.