હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં લો પ્રેશર ની સૌથી વધારે અસર જોવા મળશે, જેમાં પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જીલ્લામાં આભ ફાટવા સાથે ભારે વરસાદ પડી શકે એવી આગાહી કરવામાં આવી છે.
સાથે અમદાવાદ, ગાંધીનગર અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે એવી પણ આગાહી કરી છે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં 22 તારીખે ડાંગ, તાપી અને 23 તારીખે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને 24 તારીખે દાહોદ, પંચમહાલ જિલ્લામાં સામાન્ય થી હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.
જો કે સૌરાષ્ટ્ર ના જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં વરસાદનું પ્રમાણ આગામી દિવસોમાં ઘટશે એવું પણ જણાવવામાં આવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 36 કલાકની માં 170 તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો જેમાંથી 11 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે.