ઉત્તરાયણ પછી ઠંડીમાં વધારો થતો જોવા મળ્યો છે. આ ઉપરાંત અગાઉ થયેલી આગાહી મુજબ ગુજરાતના અમુક વિસ્તારમાં માવઠું પડે તેવી સાંભવના બતાવવામાં આવી હતી. જોકે દક્ષિણ રાજસ્થાનમાં સાયકલોનીક સરક્યુલેશન સર્જાઇ રહ્યું છે જેથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે.
હવામાન વિભાગે ગુજરાતમાં આગાહી આપતા જણાવ્યું છે કે આગામી ૩ દિવસમાં હાજી વધારે કડકડતી ઠંડી પડશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ૩ દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને ભાવનગર, પોરબંદર, નલિયા અને રાજકોટ ને આવરી લેવાય છે.
ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયા શહેરમાં રહ્યું છે જેનું ઓછામાં ઓછું તાપમાન ૩.૪ ડિગ્રી હતું. બાકીના શહેરોની વાત કરીએ તો કેશોદનું તાપમાન ૮.૨ ડિગ્રી, ડિસનું તાપમાન ૮.૫ ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન ૯ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૯.૮ ડિગ્રી, ભાવનગરનું ૧૧, અમદાવાદનું પણ ૧૧ ડિગ્રી અને વડોદરાનું ૧૧.૬ ડિગ્રી રહ્યું હતું.