દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડે તહેવારોની સિઝનમાં ગ્રાહકોને હોમ લોન પર મોટી રાહત આપી છે. કંપનીએ ફેસ્ટિવ સિઝન ઓફર હેઠળ હોમ લોનના દરમાં 60 બેસિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કર્યો છે. હવે હોમ લોનના તમામ સ્લેબ પર 6.70% વ્યાજ લેવામાં આવશે. આ ઓફર 31 ઓક્ટોબર 2021 સુધી માન્ય છે અને તમામ કેટેગરી પર લાગુ થશે.
એચડીએફસી લિમિટેડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આવનારી તહેવારોની સીઝનમાં આ મર્યાદિત સમય સુધીની ઓફર છે. આ ખાસ ઓફર હેઠળ, ગ્રાહકો 6.70% વ્યાજ પર હોમ લોનના કોઈપણ સ્લેબ માટે અરજી કરી શકે છે. આ યોજના 20 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવી છે. આ ઓફર તમામ નવી હોમ લોન પર લાગુ થશે. અત્યાર સુધી વિવિધ પ્રકારના ગ્રાહકો માટે વ્યાજનો દર અલગ હતો. ઉદાહરણ તરીકે, સ્વ-રોજગાર વર્ગ માટે હોમ લોન વ્યાજ દર 7.30 ટકા હતો. જે ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે, પગારદાર વર્ગમાં 75 લાખ રૂપિયાથી વધુની લોન લેનારાઓ માટે, વ્યાજ દર 7.15 ટકા હતો. આ પણ ઘટાડીને 6.70 ટકા કરવામાં આવ્યો છે.
ફેસ્ટિવલ સ્કીમ હેઠળ, એચડીએફસી હોમ લોન કોઈપણ વ્યક્તિ ઓછામાં ઓછા 6.7 ટકાના દરે મેળવી શકે છે, જો કે, તેનો ક્રેડિટ સ્કોર 800 કે તેથી વધુ હોવો જોઈએ. આ ઓફર પહેલા, 800 કે તેથી વધુના ક્રેડિટ સ્કોર ધરાવતા પગારદાર લોકોને 75 લાખ રૂપિયાથી વધુની લોન અને સ્વરોજગારી માટે 7.3 ટકા વાર્ષિક એટલે કે 45 bps પર વાર્ષિક 7.15 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડતું હતુ.
SBI એ વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તહેવાર દરમિયાન 6.70 ટકાના ઘટાડેલા વ્યાજ દરે હોમ લોન લેનારાઓ માટે ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી કોઈપણ રકમની લોન ઓફર કરી છે. અત્યાર સુધી 75 લાખ રૂપિયાથી વધુની હાઉસિંગ લોન માટે લેનારાને 7.15 ટકા વ્યાજ ચૂકવવું પડતું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે નવી ઓફર સાથે, લોન લેનાર હવે 6.70 ટકા વ્યાજ પર કોઈપણ રકમની લોન લઈ શકે છે.
બીઓબીનો વ્યાજ દર 6.75 ટકા છે: જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ હોમ લોન અને બરોડા કાર લોન પર હાલના દર પર 0.25 ટકાની છૂટ ઓફર કરી છે. બેંકની હોમ લોન વ્યાજ દર 6.75 ટકા અને વાહન લોન 7 ટકાથી શરૂ થાય છે.