આરોગ્ય મંત્રાલયનો રીપોર્ટ: વેક્સિન લીધા બાદ એટલાં લોકોને થયો કોરોના, જાણો માહિતી વિગતવાર

આરોગ્ય મંત્રાલયનો રીપોર્ટ: વેક્સિન લીધા બાદ એટલાં લોકોને થયો કોરોના, જાણો માહિતી વિગતવાર

અત્યાર સુધીમાં 10,06,02,745 લોકોએ કોવિશીલ્ડ વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો જેમાંથી 17,145 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા. જ્યારે 1,57,32,754 લોકોએ બીજો ડોઝ લીધા બાદ 5014 જેટલા લોકો કોરોના વાયરસ ની જપેટમા આવ્યા છે. આઇસીએમઆર ના નિષ્ણાંત ડોકટર બલરામ ભાર્ગવ એ જણાવ્યું હતું કે વેક્સિન લેવાથી કોરોના થી સંક્રમિત થશો. પંરતુ દર્દી ગંભીર હાલતમાં પહોંચવાના સંકેતો ઓછા છે.

સેન્ટ્રલ હેલ્થ એ રસીકરણ અભિયાન વચ્ચે વેક્સિન લીધા બાદ કોરોનાથી ચેપગ્રસ્ત થતા લોકોની માહિતી બહાર પાડી છે. જેમાં રસી લેનાર 10,000 લોકોમાંથી ફકત બે થી ચાર લોકો જ સંક્રમિત થયા. આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 93,56,439 ને કોરોનાા વેક્સીન નો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાંથી 4208 લોકો સંક્રમિત થયા અને 17,37,178 લોકોમાંથી 695 લોકો બીજા ડોઝ પછી સંક્રમિત થયા છે.

40 ટકા થી વધુ વૃદ્ધ લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે.
કોરોના વાયરસ થી બચવા રસીકરણ અભિયાન પૂરા જોશમાં ચાલી રહ્યું છે. સ્વસ્થ મંત્રાલય મુજબ દેશના 40% થી વધુ વૃદ્ધ લોકોએ વેક્સિન નો પહેલો ડોઝ લઈ લીધો છે. જ્યારે 87% સ્વાસ્થ્ય અધિકારીઓ એ પ્રથમ ડોઝ લઈ લીધો છે. આમાંથી 80% લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે. તેની સિવાય 79% ફ્રન્ટ લાઈન વર્કર કર્મચારીઓ એ પણ પ્રથમ ડોઝ લઈ લીધો છે. જેમાંથી 81% લોકોએ બીજો ડોઝ લઈ વેક્સિન નો કોર્સ પૂરો કર્યો છે.

દેશમાં કોરોના મહામારી અપડેટ:
છેલ્લા ચોવીસ કલાકમાં નવા કેસ :- 3.15 લાખ 
છેલ્લા ચોવીસ કલાકમાં કુલ મોત :- 2,101
છેલ્લા ચોવીસ કલાકમાં આટલા લોકોએ કોરોના સામેની જંગમાં સાજા થયા :- 1.79 લાખ
અત્યાર સુધીમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા :- 1.59 કરોડ
અત્યાર સુધીમાં સાજા થયેલા દર્દીઓ :- 1.34 કરોડ
અત્યાર સુધીમાં કુલ મોત :- 1.84 લાખ