અતિવૃષ્ટિ સહાય જાહેર : ખેડૂતોને ખાતાદીઠ 13,000 ₹ ની સહાય, જાણો કેવી રીતે લાભ લેવો ?

વાવાઝોડા અને અતિવૃષ્ટિનાં કારણે ગુજરાતના કેટલાય ખેડૂતોના ઊભા પાકને ધોઈ નાખ્યા છે જોકે હાલ અસરગ્રસ્ત જિલ્લાઓના ગામોમાં પાક નુકશાનીનાં સર્વેનુ કામકાજ પણ પૂર્ણ થઈ ચૂક્યું છેને હવે કાલે યોજાયેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે સર્વે મુજબ સહાયની જાહેરાત કરી દીધી છે.

જે ખેડૂતોના પાકને 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને 13,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. જેમાં ખેડૂત પ્રત્યેક ખેડૂત દીઠ મહત્તમ 2 હેકટર સુધી જ લાભ મળવાપાત્ર રહેશે. ખેડૂતોને હેકટર દીઠ 13,000 રૂપિયાની સહાય મળશે. જેમાં 6,800 રૂપિયા SDRF માંથી જ્યારે 6,200 રૂપિયા રાજ્યના બજેટમાંથી આપવામાં આવશે.

જે ખેડૂતોને ચૂકવવા પાત્ર સહાયની રકમ 5000 કરતા ઓછી થતી હોય તો પણ તેમને 5000 રૂપિયા તો મળશે જ. ઉદાહરણ તરીકે જો કોઈ ખેડૂતને 0.5 હેકટર જમીનમાં નુકશાન થયું હશે તો તેને નિયમ મુજબ 3,400 રૂપિયાની સહાય SDRF માંથી મળશે પરંતુ મિનિમમ 5,000ની સહાય હોવાથી બાકીના 1,600 રૂપિયા રાજ્યના બજેટમાંથી મળશે. આમ ખેડૂતને 5,000 થી નીચે સહાય નહીં મળે.


અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો :- 
- ગામના નમૂના નંબર-8 અ નો દાખલો
- તલાટીનો વાવેતરનો દાખલો
- ગામ નમૂના નંબર 7/12 નો દાખલો
- આધારકાર્ડ નંબર
- મોબાઇલ નંબર 
- બેન્ક એકાઉન્ટ નંબર 
- IFSC code 
- નામ દર્શાવતી બેંક પાસબુક પાનાંની નકલ 
- સંયુક્ત ખાતાના કિસ્સામાં સાથેના બીજા ખાતેદારોની સહી વાળું "ના-વાંધા અંગેનું સંમતિ પત્ર"

મહત્વની બાબતો:-
- જો કોઈ ખેડૂત એક કરતાં વધું ખાતા ધરાવતા હશે તો તેને એક જ ખાતા દીઠ સહાય મળવાપાત્ર રહેશે.
- જો કોઈ ખાતાધારકનું મૃત્યું થયું હોય તો તેના વરસદારોએ પેઢીનામું રજુ કરવાનું રહેશે અને પેઢીનામામાં વારસદારો પૈકી કોઈ એક વારસદારને સહાય મેળવવા બાકીના વારસદારોનું સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે.


અરજી કેવી રીતે કરવી:- લાભાર્થી ખેડૂત ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE/VCE મારફતે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યાં સાથે તમારે તમામ ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે.

અરજી શરૂ થયાની તારીખ:- 25/10/2021
અરજી કરવાની છેલ્લી તારીખ:- 20/11/2021